રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણી સાથે જોડાયેલા દિલ્હી અને મુંબઇ સ્થિતિ ઠેકાણા પર છેલ્લા 48 કલાકથી ઇડી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે 3,000 કરોડ રૂપિયાના શંકાસ્પદ લોન છેતરપિંડી અને કથિત મની લોન્ડરિંગ કેસમાં અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપની કંપનીઓ અને અધિકારીઓ સાથે જોડાયેલા 35 થી વધુ સ્થળો અને પરિસરમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
48 કલાકથી તપાસ
ઉલ્લેખનીય છે કે ED અધિકારીઓ ગુરુવારે સવારે 7 વાગ્યાથી અનિલ અંબાણીના અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા, હાલમાં પણ ઇડી દ્વારા તપાસ ચાલી રહી છે. રિલાયન્સ પાવર અને રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે EDના દરોડા ગ્રુપની અન્ય કંપનીઓ સાથે સંબંધિત જૂના કેસોથી સંબંધિત છે. તે કંપનીઓ અથવા તપાસ હેઠળના કેસ સાથે કોઈ સંબંધ નથી. આ ફરિયાદો RAAGA કંપનીઓ દ્વારા લોન છેતરપિંડી, લાંચ અને જાહેર સંસ્થાઓ સાથે છેતરપિંડીના આરોપો સાથે સંબંધિત છે. RAAGA કંપનીઓ રિલાયન્સ અનિલ અંબાણી ગ્રુપની સંસ્થાઓનો સંદર્ભ આપે છે.
3000 કરોડની હેરફેરની આશંકા
ન્યૂઝ એજન્સી એએનઆઇના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં યશ બેંક પાસેથી લોન લીધી. જેમાં લોનના નિયમોની સંપૂર્ણ અવગણના કરીને મંજૂર કરવામાં આવી. પ્રારંભિક તપાસમાં બહાર આવ્યું છે કે લોન મંજૂર થાય તે પહેલાં જ ખાનગી કંપનીઓ દ્વારા Yes Bank ના પ્રમોટરોને મોટી રકમ આપવામાં આવી હતી.
લોન સંબંધિત દસ્તાવેજો, જેમ કે ક્રેડિટ એપ્રુવલ મેમોરેન્ડમ (CAM) બેકડેટમાં તૈયાર કરવામાં આવ્યા હતા. કોઈપણ ડ્યુ ડિલિજન્સ અથવા ક્રેડિટ વિશ્લેષણ વિના લોન મંજૂર કરવામાં આવી હતી, જે બેંકની ક્રેડિટ નીતિનું સીધું ઉલ્લંઘન હતું.
આ ઉપરાંત ED એ પણ શોધી કાઢ્યું કે લોન તાત્કાલિક અન્ય જૂથો અને શેલ કંપનીઓને ટ્રાન્સફર કરવામાં આવી હતી. એવી કંપનીઓને લોન આપવામાં આવી હતી જેમની નાણાકીય સ્થિતિ નબળી હતી, જેમનું સરનામું સમાન હતું અથવા જેમના ડિરેક્ટર સમાન હતા. કેટલાક કિસ્સાઓમાં અરજી અને મંજૂરીની તારીખ સમાન હોવાનું જાણવા મળ્યું હતું અથવા લોન મંજૂર થાય તે પહેલાં જ રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી.
ઇડીએ કેમ શરૂ કરી તપાસ ?
આ મામલે સીબીઆઇ દ્વારા બે અલગ અલગ એફઆઇઆર કરવામાં આવી હતી. આ કેસ RAAGA કંપનીઓ સાથે જોડાયેલો છે. જે રિલાયન્સ અનિલ અંબણી ગ્રુપના એકમો છે. આ એફઆઇઆરના આધારે ઇડીએ તપાસ શરૂ કરી. જેમાં જાણવા મળ્યું કે સુનિયોજિત સ્કિમ હેઠળ, બેંક, રોકાણકારો અને સરકારી સંસ્થાઓને દગો આપ્યો. એજન્સીએ એ પણ જાણ્યુ કે યસ બેંકથી મળેલી રકમને કંપનીના પ્રમોટર્સ અને અન્ય સમૂહ કંપનીઓમાં ગેરકાયદેસર રીતે ડાયવર્ટ કરાયા.