અનિલ અંબાણીની માલિકી ધરાવતી કંપની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના શેરએ ગુરુવારે એટલે કે આજે નવી ઊંચાઇ પર પહોંચી ગયો છે. રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો શેર ગુરુવારે બીએસઇ ઇન્ટ્રા ડે દરમિયાન 5 ટકાના ઉછાળા સાથે 424રૂપિયા પર પહોંચી ગયા છે. ગત મહિને કંપનીના શેરમાં 43 ટકાથી વધારે તેજી જોવા મળી હતી. જો કે કેટલાક મહિનાઓમાં રિલાયન્સ ઇન્ફ્રા માટે ઘણી ગુડ ન્યૂઝ આવી છે. છેલ્લા 5 વર્ષમાં કંપનીના શેર્સમાં 1090 ટકાથી વધારો ઉછાળો આવ્યો છે.


600 કરોડનો મળ્યો છે ઓર્ડર 

રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરએ બુધવારે જાહેરાત કરી હતી કે તેમની સહાયક કંપની રિલાયન્સ ડિફેન્સને જર્મનીની દિગ્ગજ ડિફેન્સ કંપનીને રીનમેટાલ વેફ મ્યૂનિશન જીએમબીએચ પાસેથી 600 કરોડ રૂપિયાનો એક્સપોર્ટ ઓર્ડર મળ્યો છે. આ ઓર્ડર હાઇ ટેક એમ્યુનિશન સ્પેસના મોટા ઓર્ડરમાંથી એક છે અને તેનાથી અનિલ અંબાણીની આગેવાની વાળી કંપનીની આસપાસના માર્કેટ સેન્ટિમેન્ટ્સને મજબૂત કરવાનું કામ કર્યું છે.

લોન કરી દીધી ચૂકવણી 

મહત્વનું છે કે અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરએ ગત દિવસોમાં જાહેરાત કરી હતી કે તેમણે 273 કરોડની એક લોન ચૂકવી દીઝી છે. જેમાં વ્યાજનો પણ સમાવેશ થયો છે. આ લોન રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પૂર્ણ માલિકીનો હક ધરાવતી સંસ્થા જેઆર ટોલ રો઼ડ પ્રાઇવેટ લિમિટેડએ લીધી હતી.

ડિફેન્સ ક્ષેત્રે મોટી ડીલ 

18 જૂને ટ્રેડ દરમિયાન એક્સચેન્જ ફાઇલિંગ દ્વારા, અનિલ અંબાણીની માલિકીની કંપનીએ જાહેરાત કરી હતી કે તેની પેટાકંપની રિલાયન્સ એરોસ્ટ્રક્ચર લિમિટેડે વૈશ્વિક બજારો માટે ભારતમાં ફાલ્કન 2000 બિઝનેસ એક્ઝિક્યુટિવ જેટનું ઉત્પાદન કરવા માટે દસોલ્ટ એવિએશન સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી છે. 18 જૂનના રોજ તેની એક્સચેન્જ ફાઇલિંગમાં, રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે જણાવ્યું હતું કે, "ડેસોલ્ટ એવિએશન અને રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પેટાકંપની રિલાયન્સ એરોસ્ટ્રક્ચર લિમિટેડ (RAL) એ આજે ​​પેરિસ એર શોમાં વૈશ્વિક બજારો માટે ભારતમાં ફાલ્કન 2000 બિઝનેસ એક્ઝિક્યુટિવ જેટનું ઉત્પાદન કરવા માટે એક સીમાચિહ્નરૂપ વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી હતી. આ ભાગીદારી ભારતની એરોસ્પેસ ઉત્પાદન ક્ષમતાઓને આગળ વધારવામાં એક મહત્વપૂર્ણ પગલું છે.


વધુ અપડેટ માટે જુઓ..

https://sandesh.com/stockmarket


  • Follow us on: