ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઇથી વધારીને હવે 15 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે. એટલે કે 45 દિવસ વધારે આઇટીઆર ફાઇલ કરવા માટે આપવામાં આવ્યા છે.
શું તમે હજુ સુધી ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ નથી કર્યુ તો તમારા માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. આ વખતે આવકવેરા વિભાગે આઇટી રિટર્ન ભરવાની તારીખ વધારીને હવે 15 સપ્ટેમ્બર કરી દીધી છે એટલે કે હવે 31 જુલાઇ છેલ્લી તારીખને બદલે 15 સપ્ટેમ્બર ગણવામાં આવશે. મહત્વનું છે કે આવકવેરા વિભાગે હાલ રિટર્ન ભરવાની તારીખ લંબાવી તો છે પરંતુ જો હવે તમે 15 સપ્ટેમ્બર સુધીમાં રિટર્ન ફાઇલ નહીં કરો તો તમારે દંડ ભરવો પડશે.
ઘણા લોકો એવુ વિચારતા હોય છે કે આ તારીખ છેલ્લી છે એના એક બે દિવસ પહેલાં આપણે ભરી લઇશુ. પરંતુ એવું કરવામાં ભૂલાઇ જાય અથવા ભરી શકાતુ નથી અને આવી આળસ તમને નુકસાન પહોચાડી શકે છે.
લેટ રિટર્ન પર થઇ શકે છે આટલા નુકસાન
1. લોન લેતા સમયે આઇટીઆર માગતા હોય છે તો જો આઇટી આર ભરેલુ નહીં હોય તો લોન અપ્રુવ નહી થાય એટલે કે લોન એપ્લિકેશનમાં પ્રોબ્લેમ આવશે.
2. લેટ આઇટીઆર ફાઇલ કરશો તો બેંક અને નાણાકીય સંસ્થાઓમાં તમારી ઇમેજ ખરાબ થશે.ફાયનાન્સિયલ હિસ્ટ્રી પર ખરાબ અસર પડી શકે છે.
3. જો તમારે ફોરેન માટે સ્ટુડન્ટ વિઝા કે વર્ક વિઝા એપ્લાય કરવાના છે તે પહેલા આઇટીઆર ભરજો કારણ કે વિઝા પ્રોસેસમાં આ એક મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ છે. જો નહીં ભર્યુ હોય તો પ્રોસેસમાં અડચણ આવી શકે છે.
4. આઇટીઆરમાં રિફંડની પોલીસી છે. પરંતુ જો તમે તેને લેટ ફાઇલ કરો છો તો રિફંડ પણ કદાર મોડું જ મળશે.
લેટ રિટર્ન પર આટલો દંડ ભરવો પડશે
હવે વાત આવે છે દંડની. ઘણા લોકો આળસના કારણે આઇટીઆર છેક છેલ્લી તારીખ સુધી ફાઇલ કરે છે અથવા તો તારીખ જતી રહ્યા બાદ એટલે કે લેટ ફાઇલ કરે છે. આવકવેરા વિભઆગની આપેલી તારીખ બાદ જો કોઇ આઇટીઆર ફાઇલ કરે છે તો તેઓએ દંડ ભરવો પડશે. તમારી આવક પ્રમાણે દંડ ભરવાની જોગવાઇ છે એટલે કે જો તમારી વર્ષની આવક 5 લાખથી ઓછી છે તો 1,000 રૂપિયા દંડ અને 5 લાખ ઉપર વર્ષની આવક છે તો 5,000 રૂપિયા દંડ ભરવો પડશે.
ITR ફાઇલ કરતા સમયે આ વાતોનું રાખો ખાસ ધ્યાન
ઇન્કમટેક્સની વેબાસાઇટ પરથી જ આઇટીઆર રિટર્નનું ફોર્મ ભરો. હાલ તેની વેબસાઇટ પર ITR-1, ITR-2, ITR-3 અને ITR-4 ઉપલબ્ધ છે. પોતાની આવક, નોકરી, વ્યવસાય પ્રમાણે ફોર્મ પસંદ કરી ફિલ કરો.
પોતાની આવક અને ખર્ચ પ્રમાણે જૂની અને નવી ટેક્સ વ્યવસ્થામાંથી એક ટેક્સની પસંદગી કરો.
ક્યારે પણ આઇટીઆર ફાઇલ કરો છો તો ઇ-વેરિફાઇ અનિવાર્ય છે. જો વેરાફાઇ નથી કર્યુ તો તમારી ફાઇલ અધૂરી જ રહેશે અને આઇટીઆર ફાઇલ કરેલું ગણાશે નહીં
ફોર્મ ભરતા સમયે તમારી પે સ્લીપ, ફોર્મ 16 કે બેંક સ્ટેટમેન્ટ સહિત જરૂરી દસ્તાવેજ સાથે રાખો.