ભારત અને બ્રિટન વચ્ચે મુક્ત વેપાર કરાર મામલે સહમતિ સધાઇ છે. આ કરાર બાદ કેટલીક વસ્તુઓના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે. જેમકે, મોબાઇલ, લેપટોપ, શૂઝ, ઘરેણાં અને ફેશનને લગતી વસ્તુઓનો સમાવેશ થાય છે. આનાથી સામાન્ય ગ્રાહકોને રાહત મળશે અને ભારતીય ઉદ્યોગોને પણ ફાયદો થશે. જોકે, ઓટોમોબાઈલ અને મેટલ જેવા કેટલાક ક્ષેત્રોમાં ભાવ વધી શકે છે. આ સોદાથી રોજગાર અને નિકાસમાં વધારો થશે.
ઐતિહાસિક મુલાકાત
પીએમ મોદી હાલ યૂકે પ્રવાસે છે. અને આ પ્રવાસ દરમિયાન ઐતિહાસિક મુલાકાત અને કરાર પર સૌ કોઇની નજર છે. મુક્ત વેપાર કરાર એટલે એક કરાર જેમાં બે દેશો એકબીજા વચ્ચે આયાત-નિકાસ પરની કસ્ટમ ડ્યુટી ઘટાડે છે અથવા સંપૂર્ણપણે નાબૂદ કરે છે. આનો ફાયદો એ છે કે બંને દેશોના ઉત્પાદનો એકબીજાના બજારમાં સસ્તા ભાવે પહોંચે છે. ભારત-યુકે FTA હેઠળ, ભારતથી યુકે જતા 99% ઉત્પાદનો પર કોઈ કર રહેશે નહીં, જ્યારે ભારત યુકેથી આવતા 90% માલ પરનો કર ઘટાડશે.
આ વસ્તુઓના ભાવ ઘટશે
મોબાઇલ, લેપટોપ અને ગેજેટ્સ:- ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો પરના કરમાં ઘટાડાને કારણે આ વસ્તુઓ સસ્તી થઈ શકે છે.
શૂઝ, કપડાં અને ફેશન ઉત્પાદનો:- હવે આ વસ્તુઓ પર શૂન્ય કર લાદવામાં આવશે અથવા ખૂબ ઓછો, જેના કારણે બજારમાં તેમની કિંમતો ઘટી શકે છે.
જ્વેલરી અને આભૂષણો:- યુકેથી આવતા ઝવેરાત પર કસ્ટમ ડ્યુટીમાં ઘટાડાને કારણે, તેમની કિંમતો પણ નીચે આવી શકે છે.
ચામડાના ઉત્પાદનો:- ચામડાના જેકેટ, બેગ અને શૂઝ જેવી વસ્તુઓ હવે પોસાય તેવા ભાવે ઉપલબ્ધ થઈ શકે છે.
દવાઓના ભાવ પર મિશ્ર અસર
દવાનો વેપાર ભારત અને યુકે વચ્ચે દ્વિપક્ષીય છે. ભારત યુકેમાં દવાઓ નિકાસ કરે છે અને ત્યાંથી આયાત પણ કરે છે. તેથી, FTA પછી, કેટલીક દવાઓના ભાવ ઘટી શકે છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં તે મોંઘા પણ થઈ શકે છે. આની સીધી અસર બંને દેશો કઈ દવા પર કેટલો ટેરિફ ઘટાડે છે તેના પર પડશે.
આ વસ્તુઓ પણ મોંઘી થઈ શકે
ઉચ્ચ-સ્તરની કાર અને બાઇક:- યુકેથી આવતા લક્ઝરી વાહનો પર પ્રમાણમાં ઓછી કર મુક્તિને કારણે, તેમના ભાવ વધી શકે છે.
ધાતુ અને સ્ટીલ ઉત્પાદનો:- ભારત હવે સ્થાનિક બજારમાં યુકેની ઉચ્ચ-ગુણવત્તાવાળી ધાતુને સ્થાન આપશે, જેના કારણે સ્થાનિક ઉદ્યોગો પર દબાણ વધશે અને કિંમતો વધી શકે છે.