શું તમને પણ લાગે છે કે ઇન્કમ ટેક્સ રિટર્ન એટલે કે ITR માત્ર નોકરી કરનારા અથવા બિઝનેસ કરવા વાળા માટે જ છે? જો હા, તો તમે ખોટું વિચારી રહ્યા છો. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે જો તમે અભ્યાસ કરી રહ્યા છો અથવા કોઇ કમાણી નથી કરતા તો તેણે ટેક્સ અથવા ITRની ચિંતા કરવાની જરૂરત નથી. પરંતુ સાચું એ છે કે ભલે તમે કોઇ સ્ટુડન્ટ હોવ, બેરોજગાર કે પાર્ટ ટાઇમ જોબ કરી રહ્યા હોવ. આઇટીઆર ભરવું તમારા માટે ખૂબજ ફાયદાકારક થઇ શકે છે. જાણો કેવી રીતે.....


ક્યારે ITR ફાઇલ કરવું જરૂરી નથી

સૌથી પહેલાં નિયમ સમજીએ તો તમારી વર્ષની ઇન્કમ ટેક્સની મૂળભૂત મુક્તિ મર્યાદા કરતા ઓછી છે તો તમારે ITR ભરવું અનિવાર્ય નથી, જૂની ટેક્સ સિસ્ટમમાં આ સીમા 2.5 લાખ રૂપિયા અને નવા ટેક્સ સિસ્ટમાં 3 લાખ રૂપિયા છે. એટલાં માટે મોટાભાગના વિદ્યાર્થીઓ અને બેરોજગાર યુવાનો પર ITR ફાઇલ કરવાનું દબાણ નથી. પરંતુ એનો અર્થ એ નથી કે તમારે તેને અવગણવું જોઈએ.

ITR ભરવાના ફાયદાઃ

જો તમારી આવક કર મર્યાદા કરતા ઓછી હોય, તો પણ ITR ફાઇલ કરવું ઘણી રીતે ફાયદાકારક અને સમજદાર પગલું હોઈ શકે છે.

આવકનો પુરાવો: આ તમારી આવકનો સત્તાવાર પુરાવો છે, જે વિઝા, શિષ્યવૃત્તિ, શિક્ષણ લોન અથવા કેટલીક નોકરીઓ માટે જરૂરી છે.

ટેક્સ રિફંડઃ જો તમારાં બેન્ક ડિપોઝીટ અથવા ફ્રિલાન્સ કામ પર TDS કપાઇ ગયો છે તો તેને રિફન્ડ કરવાનો એક માત્ર ઉપાય ITR જ હોય છે.

મોટા વ્યવહારોમાં સુવિધા: જો ભવિષ્યમાં તમારે તમારા બેંક ખાતામાં મોટી રકમ, જેમ કે 50 લાખ રૂપિયા કે તેથી વધુ જમા કરાવવાની હોય, તો પછીની પૂછપરછ માટે ITR તમારા માટે એક વિશ્વસનીય દસ્તાવેજ સાબિત થશે.

રોકાણ સંબંધિત લાભોઃ શેર અથવા મ્યચ્યુઅલ ફંડમાં જો તમને નુકસાન થાય છે તો તમે ITR ભરીને આ નુકસાનને આગળના આઠ વર્ષ સુધી નફા વિરુદ્ધ એડજેસ્ટ કરી શકો છો.

સ્ટુડન્ટ માટે લોંગ ટર્મ બેનિફિટ

ઘણીવાર વિદ્યાર્થીઓ વિચારે છે કે અભ્યાસ દરમિયાન ITR નો ઉપયોગ શું છે? પરંતુ જો તમે હવેથી આ આદત કેળવશો, તો ભવિષ્યમાં તે તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે.માની લો તમે વિદેશમાં અભ્યાસ કરવા ઇચ્છો છો. સ્કોલરશિપ માટે એપ્લાય કરો છો અથવા બેંકથી એજ્યુકેશન લોન લેવી છે. દરેક જગ્યાઓ તમને ઇન્કમ પ્રુફ માંગવામાં આવશે. તે સમયે ITR ખૂબ જ કામ આવશે. અહિંયા સુધી કે અનેક વાર હોસ્ટેલ, પીજી અથવા ભાડાં પર મકાન લેવા માટે પણ આ ડોક્યુમેન્ટ ભરોસા પાત્ર માનવામાં આવે છે.


  • Follow us on: