આજે સંસદમાં નાણાં મંત્રીએ રજૂ કરેલા બજેટથી ગુજરાતને મોટો ફાયદો થશે. ગુજરાતમાં અનેક ક્ષેત્રોમાં બજેટમાં કરાયેલી જોગવાઇઓથી ફાયદો થશે


દરેક જિલ્લામાં કન્યા છાત્રાલય બનાવાશે

બજેટમાં કરાયેલી જાહેરાત મુજબ જામનગરમાં આયુર્વેદ મેડિકલ સેન્ટર WHOના કેન્દ્રને અપગ્રેડ કરાશે. ઉપરાંત લોથલ, ધોળાવીરા સાઇટનો વિકાસ કરાશે. જોગવાઇઓ મુજબ દરેક જિલ્લામાં કન્યા છાત્રાલય બનાવાશે.

નાળિયેરની ખેતીને રાહત સાથે પ્રોત્સાહન મળશે

ઉપરાંત રાજ્યમાં થતી નાળિયેરની ખેતીને રાહત સાથે પ્રોત્સાહન મળશે અને દાનકુનીથી સુરત વચ્ચે નવો ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર પણ મળશે. બજેટથી ગુજરાતના બંદરો, ઉદ્યોગોને વેગ મળવાની આશા છે તો રાજ્યની MSME, કાપડ, રસાયણ ક્ષેત્રે પણ મોટો લાભ થવાની આશા છે.

 ડેરી, પર્યટનને લાભ મળવાની આશા

બજેટમાં થયેલી જાહેરાતથી ડેરી, પર્યટનને લાભ મળવાની આશા છે તો રોજગાર, રોકાણ અને નિકાસને વેગ મળવાની અપેક્ષા છે. બજેટમાં હાઇસ્પીડ રેલ કોરિડોરથી ગુજરાતને પણ લાભ મળશે. મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેનથી નવી તકો ઉભી થશે તો શહેરી રોકાણ, રિયલ એસ્ટેટ અને નોકરીઓ ઉભી થશે

કનેક્ટિવિટીથી શહેરોના વિકાસને વેગ મળશે

બજેટથી કૃષિ, મત્સ્યઉદ્યોગ, ડેરી, પર્યટનને વેગ મળશે તથા શહેરીકરણ, કનેક્ટિવિટીથી શહેરોના વિકાસને વેગ મળશે કૃષિ, મત્સ્યઉદ્યોગથી ગુજરાતને વિશેષ તકો મળશે. માછીમારો, ડેરી-બાગાયત માટે નવા આવકના સ્ત્રોત ઉભા થશે. ટેકનોલોજી ખેતીના નિર્ણયોમાં મોટો સુધારો આવશે.

MSMEની જાહેરાતથી નિકાસકારોને લાભ

બજેટમાં MSMEની જાહેરાતથી નિકાસકારોને લાભ મળશે. સુરત, રાજકોટ, મોરબીના નાના નિકાસકારો માટે તકો ખુલી જશે, કેમિકલ પાર્કની જાહેરાતથી સુરત, દહેજને લાભ મળશે અને હઝીરા કેમિકલ હબ, સુરત ટેક્સટાઇલનો વિકાસ થશે. રોકાણ, સપ્લાય ચેઇન અને નોકરીઓમાં વધારો થશે.

બજેટમાં બંદરો માટે થયેલી જાહેરાતથી વધુ વેગ મળશે

બજેટમાં બંદરો માટે થયેલી જાહેરાતથી વધુ વેગ મળશે. કંડલા, મુન્દ્રા જેવા બંદરોથી માલ પરિવહનમાં ઝડપ આવશે અને જાહેરાતને પગલે નિકાસ અને આયાતનો સમય ઘટશે. વેપાર અને વેર હાઉસિંગમાં રોજગારની તકો સર્જાશે


આ પણ વાંચો----    Budget 2026 : આ બજેટ ઐતિહાસિક, નિર્મલા સિતારમણે રેકોર્ડ રચ્યો : PM મોદી

  • Follow us on: