કેન્દ્રિય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે આજે રજૂ કરેલા બજેટમાં જામનગરમાં WHOના કેન્દ્રને અપગ્રેડ કરવાની જાહેરાત કરાઇ છે.


જામનગરમાં વિશ્વ કક્ષાનું વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું આયુર્વેદ ગોલ્બલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસીનનું કેન્દ્ર

ઉલ્લેખનિય છે કે 2022થી મોદી સરકાર આ સંસ્થાનનો વિકાસ કરી રહી છે. જામનગરમાં વિશ્વ કક્ષાનું વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું આયુર્વેદ ગોલ્બલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસીનનું કેન્દ્ર બનાવાયું છે.

સ્થાપનાની જાહેરાત 3 નવેમ્બર 2020 ના રોજ કરાઇ હતી

જામનગરમાં ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપનાની જાહેરાત 3 નવેમ્બર 2020 ના રોજ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) ના ડાયરેક્ટર-જનરલ ડૉ. ટેડ્રોસ ઘેબ્રેયેસસ દ્વારા કરવામાં આવી હતી. આ સેન્ટર જે તેના પ્રકારનું પ્રથમ સેન્ટર છે તેને ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન હબ તરીકે આયોજન કરવામાં આવ્યું છે. આ સેન્ટર ભારત સરકારના $250 મિલિયનના પ્રારંભિક રોકાણ સાથે સ્થાપિત કરવામાં આવ્યું છે જે તેના માળખાકીય અને સંચાલન ખર્ચને પહોંચી વળવા માટે મદદ કરશે.

2022માં શિલાન્યાસ કરાયો હતો

વિવિધ રોગોની સારવાર પદ્ધતિ તરીકે પરંપરાગત દવાઓને પ્રોત્સાહન આપવા માટે , વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ગુજરાતના જામનગરમાં ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન સ્થાપવામાં આવ્યું હતું . આ સેન્ટરનો શિલાન્યાસ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 20 એપ્રિલ 2022 ના રોજ મોરેશિયસના વડા પ્રધાન પ્રવિંદ કુમાર જુગનાથ અને વિશ્વ આરોગ્ય સંસ્થાના ડિરેક્ટર જનરલ ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસની હાજરીમાં કરવામાં આવ્યો હતો.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના 107 સભ્ય દેશો

ઘણા દેશોમાં પરંપરાગત દવા સારવારની પ્રથમ હરોળ હોવાથી આ સેન્ટરને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન, તેની સ્થાપના અને તેના સંબંધિત માળખાગત સુવિધાઓ અને સંચાલન ખર્ચને ટેકો આપવા માટે, ભારત સરકારે $250 મિલિયનનું યોગદાન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના 107 સભ્ય દેશોની સરકારી કચેરીઓ આ સેન્ટરમાં સ્થિત હશે.


આ પણ વાંચો----    Union Budget 2026: તમિલનાડુની કાંજીવરમ સાડીમાં નિર્મલા સીતારમણ, જુઓ ફર્સ્ટ લુક

  • Follow us on: