નાણામંત્રીએ બજેટમાં મોટી જાહેરાત કરતાં જણાવ્યું છે કે, દેશમાં રેયર અર્થ મિનરલ્સ માટે ખાસ કોરિડોર બનાવવામાં આવશે. આનો સીધો હેતુ ભારતને rare earth elements (REE) મામલે આત્મનિર્ભર બનાવવાનો અને ચીન પર રહેલી ભારે નિર્ભરતા ઘટાડવાનો છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે, 2025-2026 દરમિયાન આ દિશામાં અનેક મોટા અને મજબૂત પગલાં લેવામાં આવ્યા છે, જેથી ભારતના મેન્યુફેક્ચરિંગ, ઈવી, રિન્યુએબલ એનર્જી અને ડિફેન્સ જરૂરિયાતો સુરક્ષિત રહી શકે.
રેયર અર્થ મિનરલ્સ માટે અલગથી કોરિડોર તૈયાર કરશે,
નાણામંત્રીના જણાવ્યા મુજબ, સરકાર રેયર અર્થ મિનરલ્સ માટે અલગથી કોરિડોર તૈયાર કરશે, જેથી ખનન, પ્રોસેસિંગ અને સપ્લાય ચેન ઝડપી અને વિશ્વસનીય બની શકે. આ કોરિડોર 4 રાજ્યોમાં બનાવાશે.સરકારનું મુખ્ય ફોકસ rare earth elementsમાં આત્મનિર્ભરતા પર છે, કારણ કે હાલમાં ભારત પોતાની જરૂરિયાતના લગભગ 90% ભાગ માટે ચીન પર આધાર રાખે છે.
આત્મનિર્ભરતા માટે અનેક મોટા પગલાં લીધા
2025-2026 દરમિયાન ભારત સરકારે REE ક્ષેત્રમાં આત્મનિર્ભરતા માટે અનેક મોટા પગલાં લીધા છે. જાન્યુઆરી 2025માં National Critical Mineral Mission શરૂ કરવામાં આવી, જેના માટે કુલ 16,300 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. આ અંતર્ગત લગભગ 1,200 એક્સપ્લોરેશન પ્રોજેક્ટ્સ, પ્રોસેસિંગ સુવિધાઓ અને રેયર અર્થ મિનરલ્સની સુરક્ષા સંબંધિત કામો સામેલ છે.આ ઉપરાંત, નવેમ્બર 2025માં Rare Earth Magnets માટે PLI સ્કીમ લાવવામાં આવી, જેના માટે કુલ 7,350 કરોડ રૂપિયાનો ખર્ચ ફાળવાયો છે.
એલિમેન્ટ્સને Part Dમાં સામેલ કરવામાં આવ્યા
આ યોજના હેઠળ 6,000 MTPAની મેન્યુફેક્ચરિંગ ક્ષમતા વિકસાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, જેથી ઈવી, રિન્યુએબલ એનર્જી અને ડિફેન્સ ક્ષેત્રને દેશની અંદર જ મેગ્નેટ્સની સપ્લાય મળી શકે.માઇનિંગ સુધારા હેઠળ MMDR એક્ટમાં રેયર અર્થ એલિમેન્ટ્સને Part Dમાં સામેલ કરવામાં આવ્યા છે. 20થી વધુ બ્લોક્સની હરાજી થઈ ચૂકી છે અને ખાનગી ક્ષેત્રની ભાગીદારી પણ વધી છે. સાથે જ, મોનાઝાઈટને એટોમિક લિસ્ટમાંથી અલગ કરી દેવામાં આવ્યું છે.
આ પણ વાંચો - AI agriculture Budget 2026 : ખેડૂતો માટે AI સાધનો, બજેટમાં મોટી જાહેરાતો