નાણામંત્રી નિર્મલા સીતારમણ 2026નું બજેટ રજૂ કરવાની તૈયારી કરી રહ્યા છે. 1 ફેબ્રુઆરીના દિવસે યુનિયન બજેટ રજૂ થશે. આ વર્ષે પ્રથમ વખત એવું બનશે કે બજેટ રવિવારના દિવસે રજૂ કરાશે. બજેટને લઈને રોકાણકાર, ઉદ્યોગકાર અને કર્મચારીઓને મોટી અપેક્ષા છે. ટેકસ, હેલ્થ, શિક્ષણ, આવક જેવા મહત્વના ક્ષેત્ર ઉપરાંત ક્રિપ્ટોકરન્સી કરન્સીમાં બજેટમાં શું ફેરફાર થશે તેના પર નિષ્ણાતોની નજર છે. જો ક્રિપ્ટોકરન્સી પરના ટેક્સ ઘટાડવામાં આવશે તો આર્થિક મોરચે મદદ મળશે.


ક્રિપ્ટોકરન્સી પરના ટેક્સ ઘટાડવામાં આવે તેવી સંભાવના

ઉદ્યોગ નાણાકીય વર્ષ 2027 માટે ક્ષેત્રીય ફાળવણી, આવકવેરા નીતિ અને નિકાસ સ્પર્ધાત્મકતા અને વિદેશી વેપાર વૈવિધ્યકરણમાં કેવો બદલાવ આવશે તેને લઈને ચર્ચાનું બજાર ગરમ છે.  આ ઉપરાંત ક્રિપ્ટો વિશે ચાલી રહેલી ચર્ચા મુખ્યત્વે અમલીકરણ અને કરવેરા પર કેન્દ્રિત છે. પરંતુ આગામી તબક્કામાં બજાર માળખા અને સ્થિરતા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. બજાર નિષ્ણાતે જણાવ્યું કે વર્ચ્યુઅલ ડિજિટલ સંપત્તિ પરના વર્તમાન 30% કરને તર્કસંગત બનાવવો અને 1% TDS ને 0.1% ના વધુ વ્યવહારુ સ્તરે ઘટાડવો ક્રિપ્ટો વપરાશકર્તાઓ માટે ફાયદાકારક રહેશે. આ પગલું વપરાશકર્તાઓને નિયંત્રિત સ્થાનિક ઇકોસિસ્ટમમાં પાછા લાવવામાં, અનુપાલનમાં સુધારો કરવામાં અને મજબૂત બજાર પ્રવાહિતાને ટેકો આપવામાં મદદ કરશે.

બજેટની શેરબજાર પર અસર, રોકાકારોનું રક્ષણાત્મક વલણ

બજેટની જાહેરાત પહેલા આજે શેરબજારમાં મોટી ઉથલપાથલ જોવા મળી. ગુરવારના દિવસે જયાં બજાર તેજી સાથે બંધ થયું હતું. પરંતુ બીજા દિવસ શુક્રવારે મોટા ઘટાડા સાથે બજારની શરૂઆત થઈ. શરૂઆતના ટ્રેડિંગના 15 મિનિટમાં, રોકાણકારોએ લગભગ 4 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા, જેના કારણે BSE-લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ ઘટીને 455.73 લાખ કરોડ રૂપિયા થઈ ગયું. શુક્રવારે ભારતીય શેરબજારમાં ભારે નફા-બુકિંગ જોવા મળ્યું. કેન્દ્રીય બજેટ પહેલા રોકાણકારોએ રક્ષણાત્મક વલણ અપનાવતા સેન્સેક્સ અને નિફ્ટી જેવા મુખ્ય સૂચકાંકોમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો.


આ પણ વાંચો : Union Budget 2026 : આર્થિક સર્વે પછી બજેટ 2026 કેવું હશે? જાણો શું બદલાશે

  • Follow us on: