- નેશનલ પબ્લિક રેડિયોએ હાયરિંગ કર્યું બંધ
- PepsiCo Inc હેડક્વાર્ટર્સે કર્મચારીઓને કાઢવાનો કર્યો નિર્ણય
- કંપનીની તરફથી નથી આવ્યું કોઈ નિવેદન
સતત ચાલી રહેલી મંદીના કારણે વિશ્વભરની મોટી કંપનીઓ તેમના કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરતી વખતે સતત છટણી કરી રહી છે. હવે એમેઝોન, ટ્વિટર, મેટા અને અન્ય કંપનીઓમાં વધુ એક મોટી અને અમેરિકન કંપનીનું નામ જોડાઈ ગયું છે. ઠંડા પીણા અને ચિપ્સ બનાવતી કંપની PepsiCo Incએ તેના મુખ્યમથકના કર્મચારીઓને દૂર કરવાની જાહેરાત કરી છે. મળતી માહિતી અનુસાર પેપ્સીકો ઇન્ક. પેપ્સિકો તેના હેડક્વાર્ટર ખાતેના ઉત્તર અમેરિકાના બેવરેજ યૂનિટ્સમાંથી કર્મચારીઓની છટણી કરી રહી છે. કંપનીએ સંકેત આપ્યો છે કે કોર્પોરેટ છટણી ટેક અને મીડિયા કંપનીઓથી હવે આગળ વધવા લાગી છે.
કંપનીના પ્રવક્તાનું નિવેદન આવ્યું નથી
ન્યૂયોર્ક સ્થિત કંપની સેંકડો કર્મચારીઓની છટણી કરી રહી છે, સોમવારે એક મેમોને ટાંકીને અહેવાલ આપ્યો હતો. જર્નલે જણાવ્યું હતું કે પેપ્સિકોએ કંપનીને "સરળ" કરવાના હેતુ તરીકે છટણીનું વર્ણન કર્યું છે. કંપનીના પ્રવક્તા દ્વારા કોઈ નિવેદન જારી કરવામાં આવ્યું નથી. કંપનીના શેરમાં સોવર લગભગ દોઢ ટકા ઘટીને $183.12 પર બંધ થયો હતો.
કંપની ઉત્પાદનો માટે મજબૂત માંગ
કંપની ખાંડ, મકાઈ અને બટાકા જેવી કોમોડિટીઝ માટે વધુ ચૂકવણી કરી રહી છે. જેનો બોજ કંપનીએ ગ્રાહકો પર નાખવાનું શરૂ કર્યું છે. ફ્રિટો-લે ચિપ્સ, માઉન્ટેન ડ્યુ સોફ્ટ ડ્રિંક અને ક્વેકર ઓટ્સ નિર્માતાએ જણાવ્યું હતું કે કંપનીના ઉત્પાદનોની માંગ મજબૂત રહી છે.
ઘણી કંપનીઓને છૂટા કરવાની ફરજ પડી
અનિશ્ચિત આર્થિક વાતાવરણ અને મોંઘવારીથી ઘણી કંપનીઓ પરેશાન છે અને તેમને ખર્ચમાં કાપ મૂકવાની ફરજ પડી છે. નેશનલ પબ્લિક રેડિયોએ હાયરિંગ કરવાનું બંધ કરી દીધું છે. વોર્નર બ્રધર્સ ડિસ્કવરી ઇન્ક.નું સીએનએન પણ છટણીમાં રોકાયેલ છે. દરમિયાન Amazon.com Inc., Apple Inc. અને Meta Platforms Inc. સહિત મોટી ટેક કંપનીઓ હજારો કર્મચારીઓની છટણી કરી રહી છે.