ભારતની કેન્દ્રીય બેંક RBI પાસે એક એવી 'સોનાની ખાણ' છે જે ફક્ત દેશની આર્થિક તાકાત જ નથી દર્શાવતી પરંતુ જો જરૂર પડે તો તે દેશની વ્યૂહાત્મક તાકાત બની શકે છે. આ વર્ષે આ 'સોનાની ખાણ' નું મૂલ્ય 57 ટકા વધ્યું છે. તેનું મૂલ્ય હવે પાકિસ્તાન સેનાના વાર્ષિક બજેટ કરતા લગભગ બમણું છે. અહીં જે 'સોનાની ખાણ'ની વાત કરવામાં આવી રહી છે તે છે આરબીઆઇ પાસે રહેલો સોનાનો ભંડાર. કેન્દ્રીય બેંકે હાલમાં જ એક અહેવાલ બહાર પાડતા જણાવ્યું કે તેની પાસે કેટલો સોનાનો ભંડાર છે.
880 ટન સોનાનો ભંડાર
RBIના અહેવાલ મુજબ, 31 માર્ચ, 2025 સુધીમાં કુલ સોનાનો ભંડાર 879.58 ટન સુધી પહોંચી ગયો છે. 31 માર્ચ, 2024 ની સરખામણીમાં તેનો કુલ સોનાનો ભંડાર 57.58 ટન વધ્યો છે. જ્યારે આ સોનાના ભંડારના મૂલ્યમાં 57 ટકાનો વધારો થયો છે.
સોનાના ભંડારની વેલ્યૂ વધવાનું કારણ એ પણ છે તે હાલમાં સોનાની કિંમતો વધારે છે. તો સામે રૂપિયાનું મૂલ્ય ઘટ્યુ છે. વળી કેન્દ્રીય બેંક દ્વારા નવા સોનાની ખરીદી પણ કરવામાં આવી છે. જે હવે 4.31 લાખ કરોડ રૂપિયાને બરાબર છે.
હાલ આરબીઆઇ પાસે ટોટલ ગોલ્ડ રિર્ઝવમાં 311.38 ટન સોનાની નોટ અને બોન્ડ જાહેર કરનાર ડિપાર્ટમેન્ટની સંપત્તિ તરીકે રાખવામાં આવ્યુ છે. જ્યારે બાકીના 568.20 ટન સોનું બેંકિગ ડિપાર્ટમેન્ટની સંપત્તિ તરીકે ગણવામાં આવશે. ગયા વર્ષે તેનો જથ્થો અનુક્રમે 308.03 ટન અને 514.07 ટન હતો.
પાકિસ્તાની સેનાને બે વાર ખરીદશે
RBIના સોનાના ભંડારનું મૂલ્ય એટલું બધું છે કે તે પાકિસ્તાની સેનાના બજેટને લગભગ બે વાર સમાવી શકે છે. પાકિસ્તાની સેનાના બજેટનો તાજેતરનો આંકડો લગભગ 2.3 લાખ કરોડ રૂપિયા જેટલો છે. આવી સ્થિતિમાં જો ભારત ઇચ્છે તો તે ફક્ત RBIના સોનાના બજેટના આધારે સમગ્ર પાકિસ્તાની સેના અને તેના સાધનો ખરીદી શકે છે.
હાલની સ્થિતિમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો તણાવ ભર્યા છે. 22 એપ્રિલે થયેલા આતંકી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યુ, આ ઓપરેશન બાદ ભારતની સૈન્ય તાકાતને આખી દુનિયા સામે રાખવાનું કામ કર્યું છે.
તાજેતરમાં કેન્દ્રીય બેંક RBI એ સરકારને 2.69 લાખ કરોડ રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું છે. જો આ રકમ સરકારને ન આપવામાં આવી હોત તો પાકિસ્તાનની સેનાનું એક વર્ષનું આખું બજેટ આમાં આવરી લેવામાં આવ્યું હોત.