• આરબીઆઈએ હવે ખાતાધારકોને આપી મોટી રાહત
  • બે વર્ષ કરતાં વધુ સમયથી નિષ્ક્રિય ખાતું હશે તો પણ દંડ નહિ ભરવો પડે
  • સ્કલોરશિપ ખાતાધારકોના એકાઉન્ટ પણ બંધ નહીં થાય


બેંકમાં ખાતા રાખનાર માટે આવ્યા સૌથી મોટા સમાચાર. જો તમારું કોઈપણ બેંકમાં એકાઉન્ટ છે અને તે નિષ્ક્રિય એટલે કે નાણાંનો કોઈ વ્યવહાર નથી કરતા તો હવે રિઝર્વ બેંક મોટી રાહત આપી છે. RBIએ જણાવ્યું છે કે હવેથી બેંકમાં નિષ્ક્રિય પડી રહેલા બેંક એકાઉન્ટ પર મિનિમમ બેંલેન્સ નહિ રાખો તો કોઈપણ પ્રકારનો દંડ નહીં ચૂકવવો પડે.

 આરબીઆઈએ કહ્યું કે જો તમારે પોતાના બેંક ખાતામાં સતત બે વર્ષથી કોઈપણ પ્રકારની લેણ-દેણ ન કરી હોય તો તે ખાતું નિષ્ક્રિય થઈ ગયું છે. આની પર કોઈપણ પ્રકારનું મિનિમલ બેંલેન્સ ન રાખતા ચાર્જ બેંક નહિ લગાવી શકે. સ્કોલરશિપ ખાતામાં પણ ચાર્જ નહીં લગાવી શકાય. આરબીઆઈએ જણાવ્યું કે બેંક સ્કોલરશિપ અથવા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાંસફર માટે બનાવવામાં આવેલા ખાતા પર પણ કોઈપણ પ્રકારનું મિનિમમ ચાર્જ નહીં લગાવી શકે. ભલે આ ખાતું બે વર્ષ કરતા વધુ સમય સુધી વપરાશમાં ન હોય. એવી ભારતીય રિઝર્વ બેંકે તમામ બેંકોને સૂચના આપી હતી.

એક રિપોર્ટ પ્રમાણે બેંકોએ બચત ખાતા એકાઉન્ટ પર હંમેશા વ્યાજ આપતા રહેવું પડશે ભલે તે પછી નિષ્ક્રિય ખાતું જ કેમ ન હોય. સરકારી સ્કીમ ધરાવતા ખાતામાં ઝિરો બૅલેન્સ હોય તો પણ તેને નિષ્ક્રિય નહીં માનવામાં આવે. વળી આ ખાતાને મિનિમમ બૅલેન્સ પેનલ્ટી પણ નહીં ભરવી પડે.

  • Follow us on: