• આઈપીઓમાં રોકાણ કરી બંપર કમાણી કરી શકો છો
  • અનેક કંપનીઓએ સેબી પાસે ડ્રાફટ પેપર જમા કરાવ્યા
  • માર્કેટમાં આઈપીઓ લોંચ થતા કમાણી થશે તોતિંગ

જો તમે આઈપીઓમાં રોકાણ કરવાનું પસંદ કરતા હોવ અને ગત વર્ષે કોઈપણ આઈપીઓમાં પૈસા ન લગાવી શક્યા તો નિરાશ ન થતા. આ વર્ષે કેટલીક મોટી કંપનીઓ પોતાનો આઈપીઓ લઈને માર્કેટમાં આવવાની છે. આમાં રોકાણ કરીને તમે બંપર કમાણી કરી શકો છો. ગત વર્ષે એટલે કે, 2023માં બજાર માટે શાનદાર રહ્યું હતું. અનેક કંપનીઓના આઈપીઓ ગત વર્ષે બજારમાં લોંચ થયા છે. ગત વર્ષે મેન બોર્ડના 57 આઈપીઓ બજારમાં આવ્યા છે. આ એક વર્ષમાં સૌથી વધુ આઈપીઓનો ચોથો મોટો આંકડો છે. મેનબોર્ડના આઈપીઓએ મળીને આખા વર્ષમાં આશરે 50 હજાર કરોડ રૂપિયા ઉપાડવામાં સફળતા મેળવી.

 આખા વર્ષ દરમિયાન એસએમઈ પ્લેટફોર્મ પર આશરે 180 આઈપીઓ લોંચ થયા છે. આમાંથી અનેક આઈપીઓમાં રોકાણકારોને બંપર લાભ થયો. જ્યારે કેટલાકમાં નુકસાની વેઠવી પડી હતી.

આ કંપનીઓના આઈપીઓ મચાશે ધૂમ

આ વર્ષે કેટલીક કંપનીઓ પોતાનો આઈપીઓ લઈને આવનારી છે. આમાં ઈ-કોમર્સ સેક્ટરની કંપનીઓનો સમાવેશ થાય છે. યુનિકોમર્સ એડુટેક, બાયજુજની સબસિડિયરી, આકાશ ફિનટેક, મેડટેક, ફૂડ ડિલિવરી સ્વિગી, પેયુ ઈન્ડિયા આ કંપનીઓને આઈપીઓ લાવવાને લીધે સેબીની પાસે દસ્તાવેજ જમા કરાવ્યા છે.

  • Follow us on: