• નવા વર્ષે પણ જનતાએ ખિસ્સા કરવા પડશે હળવા
  • આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો
  • પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધ-ઘટ

2024 નવા વર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે બિહારમાં પેટ્રોલની કીંમતમાં 36 પૈસા અને ડીઝલમાં 34 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલમાં 27 પૈસા મોંઘું થયું છે. હિમાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. તો વળી પંજાબમાં પેટ્રોલ 28 પૈસા અને ડીઝલમાં 27 પૈસા સસ્તું થયું છે. રાજસ્થાનમાં પેટ્રોલ 34 પૈસા અને ડીઝલમાં 31 પૈસા સસ્તું થયું હતું. યુપીમાં પેટ્રોલના ભાવમાં 37 પૈસા અને ડીઝલમાં 36 પૈસાનો ઘટાડો થયો છે. ઉત્તરાખંડ, ઓડિશા, મહારાષ્ટ્ર તેમજ ઝારખંડમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટયા છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કીંમતોમાં આજે ઘટાડો જોવા મળ્યો હતો. સોમવારે સવારે ક્રૂડ લગભગ ફલેટ રહી 71,65 ડોલર પ્રતિ બેરલ પર વેચાણ થઈ રહ્યું છે.જ્યારે બ્રેંટ ક્રૂડ 77.04 ડોલર પ્રતિ બેરલ દીઠ પહોંચી ગયું છે. દેશમાં ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના તાજા રેટ જાહેર કર્યા છે. દેશમાં દરરોજ સવારે છ વાગ્યે ઈંધણના ભાવમાં સંશોધન કરવામાં આવે છે. જૂન-2017 પહેલા કીંમતોમાં સંશોધન દર 15 દિવસ પછી કરવામાં આવતું હતું.

દિલ્હી:       પેટ્રોલ 96.72 રૂપિયા અને ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લિટરનો ભાવ

મુંબઈ:       પેટ્રોલ 106.31 રૂપિયા અને ડીઝલ 94.27 રૂપિયા પ્રતિ લિટરનો ભાવ

કોલકાતા:   પેટ્રોલ 106.03 રૂપિયા અને ડીઝલ 92.76 રૂપિયા પ્રતિ લિટરનો ભાવ થયો

  • Follow us on: