- મુંબઈમાં મકાનના વેચાણમાં તેજી જોવા મળી
- પૂણે દિલ્હી-એનસીઆરથી મોટું હાઉસિંગ બજાર બન્યું
- દિલ્હી ઘરનાં વેચાણ બાબતે પાછળ ધકેલાયું
રિયલ એસ્ટેટ માટે ગત વર્ષ સારું રહ્યું હતું. ખાસ કરીને હાઉસિંગ સેગમેન્ટ માટે સ્થિતિ કયાંક સારી-નરસી રહી. દિલ્હી-એનસીઆરમાં ગત વર્ષે હાઉસિંગ પ્રોપર્ટીની માંગમાં સુસ્તી જોવા મળી હતી. જ્યારે મુંબઈમાં ડિમાન્ડમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો. આને લીધે ગયા વર્ષે મુંબઈ ફરી એકવાર દેશમાં સૌથી મોટું હાઉસિંગ બજાર બન્યું
એક પ્રોપર્ટી કન્સલન્ટન્ટ ફર્મ દ્વારા ગત વર્ષે રિયલ એસ્ટેટને લઈ એક રસપ્રદ રિપોર્ટ તૈયાર કર્યો હતો. રિપોર્ટમાં હાઉસિંગ સેક્ટરના ટ્રેંડ અને આંકડાઓની જાણકારી અપાઈ હતી. રિપોર્ટ પ્રમાણે ગયા વર્ષે મુંબઈમાં ઘરની ડિમાન્ડ દોઢ લાખ યુનિટને પાર પહોંચ્યું હતું. ઘરની માંગને લઈ મુંબઈ પછી બીજા સ્થાને રહેતું દિલ્હી ત્રીજા સ્થાને ખસેડાયું હતું.
મુંબઈમાં આટલાં ઘરોનું વેચાણ
ખાનગી સંશોધનમાં આ આંકડા જણાવે છે કે વર્ષ-2023માં મુંબઈ મેટ્રોપોલિટન રિઝનમાં 1,53,870 ઘર વેચાયા હતા. એક વર્ષ પહેલાની સરખામણીમાં 40 ટકા વધુ છે. આની પહેલા એટલે કે વર્ષ 2022માં મુંબઈમાં 1,09,730 ઘર વેચાયા હતા. નવી સંપત્તિના લોંચિંગના મુદ્દે પણ ગત વર્ષે રેકોર્ડ સર્જાયો હતો. ગત વર્ષે મુંબઈમાં 1,57,700 નવી હાઉસિંગ પ્રોપર્ટીની લોંચિંગ થયું. જે એક વર્ષ પહેલા 2022ની તુલનાએ 27 ટકા વધુ છે. ઘરની સરેરાશ કીંમત આ દરમિયાન 15 ટકા વધીને 13,700 રૂપિયા પ્રતિ સ્કવૅર ફૂટ થઈ ગઈ છે.
દિલ્હી-એનસીઆરમાં આંકડા ખાસ ઉત્સાહજનક નહોતા રહ્યા. દિલ્હીમાં વર્ષ-2023 દરમિયાન 65,625 ઘરોનું વેચાણ થયું હતું. નવા વર્ષ પહેલા 2022ની સરખામણીમાં માત્ર ત્રણ ટકા વધુ છે. જ્યારે 63,731 ઘરનું વેચાણ કરાયું હતું. નવી લોંચિંગમાં આ દરમ્યાન 36 ટકા તેજી આવી હતી. આ સંખ્યા 36,735 યુનિટ રહ્યા. જો કે આ નંબર અન્ય શહેરોથી ખૂબ ઓછું રહ્યું હતું.
અન્ય શહેરોની સ્થિતિ
ગત વર્ષે બેંગાલુરુમાં 54,435 યુનિટ, પૂણેમાં 83,625 અને હૈદરાબાદમાં 76,345 યુનિટ લોંચિંગ થયું. ડિમાન્ડના મામલે વર્ષ-2023માં પૂણેએ દિલ્હીને પાછળ છોડી દીધું હતું. ગત વર્ષે પૂણેમાં 86,680 બમ્પર યુનિટનું વેચાણ થયું હતું. ખાસ કરીને બીજી સૌથી મોટી બજાર બનેલું દિલ્હી-એનસીઆ આ વખતે ત્રીજા સ્થાને ધકેલાયું હતું.