SBIના રિસર્ચ રિપોર્ટમાં અનુમાન લગાવવામાં આવ્યું છે આ વખતે આરબીઆઇ લોન લેનારા ગ્રાહકોને રેપો રેટમાં ઘટાડો કરીને ફાયદો આપી શકે છે. હોમલોન અને ઓટો લોન સહિત અન્ય લોન લેનાર લોકોને જૂન મહિનામાં મોટી ખબર મળી શકે છે. નાણાકીય નીતિ સમીતિની બેઠકમાં રેપો રેટમાં મોટા ઘટાડાનું એલાન કરી શકે છે. એસબીઆઇ રિપોર્ટમાં અનુમાન લગાવવામાં આવ્યુ છે કે આરબીઆઇ રેપો રેટમાં 0.50 ટકાનો ઘટાડો કરી શકે છે. જેનુ કારણ દર્શાવતા કહ્યું છે કે આમ કરવાનું કારણ દેવુ ઘટાડીને આર્થિક અનિશ્ચિતતાઓની અસરને ઓછું કરવાનો છે.
4થી 6 જૂન મળશે બેઠક
મહત્વનું છે કે ભારતીય રિઝર્વ બેંક (RBI) ની નાણાકીય નીતિ સમિતિ (MPC) ની બેઠક 4 થી 6 જૂન સુધી ચાલવાની છે. દર બે મહિને યોજાનારી આ બેઠકમાં RBI દેશમાં ફુગાવાના સ્તરની તપાસ કરે છે અને પછી તે મુજબ દેશની નાણાકીય નીતિ નક્કી કરે છે અને તેના રેપો રેટમાં ફેરફાર કરે છે. જે લોનના EMI પરના વ્યાજને અસર કરે છે. ત્યારે આશા છે કે રેપો રેટ સહિત અન્ય નિર્ણયોની જાહેરાત 6 જૂને કરી દેવામાં આવી શકે,.
9 એપ્રિલે કરાયો હતો ઘટાડો
મહત્વનું છે કે 9 એપ્રિલના રોજ પણ RBIએ લોનધારકોને મોટી રાહત આપી હતી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા RBI ની મોનેટરી પોલિસી કમિટી (MPC) આજે રેપો રેટ ઘટાડવા અંગે નિર્ણય લીધો હતો.. RBI ફરી એકવાર રેપો રેટમાં 0.25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરીને 6 ટકા કરાયો હતો..
ફેબ્રુઆરીમાં પણ કર્યો હતો ઘટાડો
બ્રુઆરી 2023 થી RBI એ રેપો રેટ 6.5% પર સ્થિર રાખ્યો હતો, જે ફેબ્રુઆરી 2025 માં ઘટાડીને 6.25% કરવામાં આવ્યો હતો. લગભગ પાંચ વર્ષમાં આ પહેલી વાર હતું જ્યારે નીતિગત વ્યાજ દરોમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.
હોમ લોન અને કાર લોન થશે સસ્તી
રેપો રેટએ વ્યાજ દર છે જેની પર આરબીઆઇ બેંકોને લોન આપે છે પછી બેંક આગળ ગ્રાહકોને વ્યાજ એડ કરીને લોન આપે છે. એવામાં જો રેપો રેટમાં ઘટાડો આવે છે તો તમારી ઇએમઆઇ ઘટી શકે છે. હોમ લોન અને કાર લોન સસ્તી થશે. ઉદ્યોગોને સસ્તી લોન મળવાથી ન માત્ર શહેરી વપરાશમાં વધારો થશે પરંતુ કારખાનાઓમાં રોકાણ વધતા રોજગારી પણ વધશે.