- HDFC અને બેંક ઓફ અમેરિકા પર લગાવાયો 10 -10 હજાર રૂપિયાનો દંડ
- ધાંગધ્રાની પીપુલ્સ કો-ઓપરેટિવ બેંકને 1 લાખ રૂપિયાનો ફટકારાયો દંડ
- અમદાવાદની મંડલ નાગરિક સહકારી બેંક અને બિહારની પાટલીપુત્ર સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંકને 1.5 લાખનો દંડ
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ નિયમોનું ઉલ્લંઘન કરી રહેલી બેંકો અને કો-ઓપરેટિવ બેંકો પર કડક કાર્યવાહી કરી છે. આરબીઆઈએ એચડીએફસી બેંક, બેંક ઓફ અમેરિકા સહિત 3 કો-ઓપરેટિવ બેંક પર પણ આર્થિક દંડ કર્યો છે. કેન્દ્રીય બેંક આરબીઆઈએ તમામને કારણ બતાઓની નોટિસ પણ આપી છે. એક અઠવાડિયામાં આરબીઆઈનું બેંકો અને કો-ઓપરેટિવ પર આ બીજું મોટું એક્શન છે.
2 બેંકો પર લગાવાયો 10 હજાર રૂપિયાનો દંડ
એચડીએફસી બેંક અને બેંક ઓફ અમેરિકા પર 10-10 હજાર રૂપિયાનો દંડ લગાવાયો છે. આ બંને બેંકો નોન રેજિડેંટ ઈન્ડિયનથી રૂપિયા જમા કરાવવાના નિયમોનું ઉલ્લંઘન કરી રહી હતી. આરબીઆઈના આધારે બંને બેંક ફેમા કાયદાનું યોગ્ય રીતે પાલન કરી રહી ન હતી. નોટિસનો પણ યોગ્ય જવાબ મળી રહ્યો ન હતો આ માટે તેની પર દંડ ફટકારવામાં આવ્યો છે.
3 કો-ઓપરેટિવ બેંક્સ પણ નિશાના પર
આરબીઆઈ એક્શનમાં 3 કો-ઓપરેટિવ બેંક પણ સામેલ છે. તેમાં ગુજરાતના ધાંગધ્રા પીપુલ્સ કો-ઓપરેટિવ બેંક પર એક લાખ રૂપિયાનો દંડ કરાયો છે. બેંક પર ડિપોઝિટની સાથે જોડાયેલા નિયમોનું યોગ્ય રીતે પાલન ન કરવાનો આરોપ છે. આ સિવાય અમદાવાદની મંડલ નાગરિક સહકારી બેંક પર 1.5 લાખ રૂપિયા અને બિહારના પાટલીપુત્ર સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક પર પણ 1.5 લાખ રૂપિયાનો દંડ કરાયો છે. છેલ્લા કેટલાક સમયથી સતત બેંકો અને કો-ઓપરેટિવ બેંકો પર કડકાઈ દાખવવામાં આવી રહી છે.
ગયા અઠવાડિયે પણ 3 બેંક અને 5 કો-ઓપરેટિવ બેંક્સ પર લેવાયું હતું એક્શન
આરબીઆઈએ એક અઠવાડિયા પહેલા નિયમોનું ઉલ્લંઘન કરી રહેલી 3 બેંકો પર 10 કરોડ રૂપિયાથી પણ વધારેનો દંડ કર્યો હતો. સાથે તેમાં 5 કો-ઓપરેટિવ બેંકને પણ એક્શનમાં લીધી હતી. કેન્દ્રીય બેંકે સીટી બેંક પર 5 કરોડ, બેંક ઓફ બરોડા પર 4.34 કરોડ અને ઈન્ડિયન ઓવરસીઝ પર 1 કરોડ રૂપિયાનો દંડ કર્યો હતો. રિઝર્વ બેંકે ગાઈડલાઈનનું પાલન યોગ્ય રીતે ન કરવાના કારણે દંડ કર્યો હતો. આરબીઆઈએ અનેક નિયોમાનું ઉલ્લંઘન કરી રહેલી 5 કો-ઓપરેટિવ બેંકો પર પણ દંડ કર્યો છે. તેમાં શ્રી મહિલા સેવા સહકારી બેંક, પોરબંદર વિભાગીય નાગરિક સહકારી બેંક, સર્વોદય નાગરિક સહકારી બેંક, ખંભાત નાગરિક સહકરી બેંક અને વેજલપુર નાગરિક સહકારી બેંક સામેલ છે. તેની પર 25 હજાર રૂપિયાથી 2.5 લાખ રૂપિયા સુધીનો દંડ કરાયો હતો. જોકે તેની ગ્રાહકો પર કોઈ અસર થતી નથી.