ભારતીય રિઝર્વ બેંક (RBI) એ આજે ​​નાણાકીય નીતિ સમિતિ (MPC) માં રેપો રેટ અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો. સમિતિના સભ્યો સાથે પરામર્શ કર્યા પછી, બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ રેપો રેટમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો. હવે રેપો રેટ 25 પોઈન્ટથી ઘટાડીને 6 કરવામાં આવ્યો છે. અગાઉ પણ તેને 25 પોઈન્ટ ઘટાડીને 6.50 ટકાથી 6.25 ટકા કરવામાં આવ્યો હતો. આ પહેલા, RBI એ ફેબ્રુઆરી 2023 માં રેપો રેટમાં ફેરફાર કર્યો હતો. તે સમયે રેપો રેટ 0.25 ટકા વધારીને 6.5 ટકા કરવામાં આવ્યો હતો. 2023 પછી, હવે 2025માં તેમાં બે વાર 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે.


રેપો રેટ 0.25 ટકા ઘટાડી 6 ટકા કરાયો છે

રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં 0.25 ટકાનો કરાયો ઘટાડો છે. રેપો રેટ 0.25 ટકા ઘટાડી 6 ટકા કરાયો છે. ફેબ્રુઆરીમાં રિઝર્વ બેંકે વ્યાજદરમાં 0.25 ઘટાડ્યા હતા. બે મહિનામાં વ્યાજદરમાં 0.5 ટકાનો ઘટાડો કરાયો

લોનધારકો માટે સારા સમાચાર

રેપો રેટ ઘટતાં તમામ પ્રકારની લોન થશે સસ્તી. હોમલોન, ઓટોલોન, પર્સનલ લોન થશે સસ્તી. ફુગાવાના દરને જોતાં રિઝર્વ બેંકે વ્યાજદરમાં ઘટાડો કર્યો

રેપો રેટમાં ફેરફારથી શું અસર થશે

રેપો રેટમાં ફેરફારનો સામાન્ય લોકો સાથે સીધો સંબંધ છે. જો રેપો રેટ વધે તો લોકોએ વધુ EMI ચૂકવવી પડશે અને જો રેપો રેટ ઘટે તો તેમણે ઓછો EMI ચૂકવવો પડશે. રેપો રેટ એ ફુગાવાને પહોંચી વળવા માટે RBIનો માર્ગ છે. કેન્દ્રીય બેંક અન્ય બેંકોને રેપો રેટ પર લોન આપે છે. જ્યારે ફુગાવો વધે છે, ત્યારે બેંકો રેપો રેટ વધારીને અર્થતંત્રમાં નાણાંનો પ્રવાહ ઘટાડે છે. જો રેપો રેટ વધે તો બેંકોને સેન્ટ્રલ બેંક પાસેથી મળતી લોન મોંઘી થઈ જાય છે.

બેંકોને ઊંચા ભાવે લોન મળે છે, તેથી તેઓ લોકોને ઊંચા વ્યાજ દરે લોન આપે છે

બેંકોને ઊંચા ભાવે લોન મળે છે, તેથી તેઓ લોકોને ઊંચા વ્યાજ દરે લોન આપે છે. નાણાં પ્રવાહમાં ઘટાડો થવાને કારણે માંગ ઘટે છે અને ફુગાવો ઘટે છે. તેનાથી વિપરીત, જ્યારે અર્થતંત્ર ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યું હોય છે, ત્યારે રેપો રેટ ઘટાડીને અર્થતંત્રમાં નાણાંનો પ્રવાહ વધારવામાં આવે છે. રેપો રેટમાં ઘટાડાને કારણે બેંકોને આપવામાં આવતી લોન સસ્તી થશે અને બેંકો પણ સસ્તી લોન આપશે. જેમ જેમ નાણાંનો પ્રવાહ વધે છે તેમ તેમ માગ વધે છે અને ફુગાવો પણ વધે છે. બેંક સંજોગો અનુસાર તેમાં ફેરફાર કરે છે.

  • Follow us on: