- બેંક 17 માર્ચથી ગ્રાહકો પર વધારશે બોજ
- ક્રેડિટ કાર્ડ યૂઝર્સે આપવા પડશે વધારે રૂપિયા
- કોણે કેટલા રૂપિયા આપવાના રહેશે
દેશની સૌથી મોટી સરકારી બેંકમાં ખાતું રાખનારા યૂઝર્સને માટે સારા સમાચાર છે. જો તમે પણ એસબીઆઈમાં એકાઉન્ટ રાખો છો તો બેંકે મોટો ઝટકો આપ્યો છે. હવેથી તમારે તે સર્વિસ માટે વધારે રૂપિયા ખર્ચ કરવાના રહેશે. બેંક 17 માર્ચ 2023થી નવા ફેરફાર કરવા જઈ રહી છે જેની સીધી અસર ગ્રાહકો પર થશે. તો જાણો આવનારા મહિનાથી કયા ફેરફાર આવશે.
આ ચાર્જમાં થશે વધારો
એસબીઆઈ કાર્ડ્સ એન્ડ પેમેન્ટ સર્વિસે ગ્રાહકોને જાણકારી આપતા કહ્યું કે એસબીઆઈ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરનારા ગ્રાહકો પર તેની અસર થશે. બેંકે કાર્ડના ચાર્જમાં ફેરફાર કરવાની સાથે વધારો કર્યો છે. આ નિયમ બેંક 17 માર્ચથી લાગૂ કરશે.
ઈ-મેલની મદદથી બેંકે આપી જાણકારી
બેંકે આપેલા મેસેજ અને મેલની મદદથી આ માટેની જાણકારી આપી છે. SBI Cardsએ કહ્યું કે ક્રેડિટ કાર્ડની મદદથી ભાડાના પેમેન્ટ કરનારા યૂઝર્સથી હવે 199 રૂપિયા અને અન્ય ટેક્સ વસૂલાશે. ઉલ્લેખનીય છે કે એસબીઆઈ કાર્ડના નવેમ્બર 2022માં ક્રેડિટ કાર્ડના પેમેન્ટમાં પેમેન્ટ રકમને વધારીને 99 રૂપિયા અને 18 ટકા જીએસટી લાગૂ કર્યો હતો પણ હવે 99 રૂપિયા અને ટેક્સને લાગૂ કરવાને બદલે હવે 199 રૂપિયા અને ટેક્સ લેવાશે. આ માટે ગ્રાહકોને સૂચિત કરાયા હતા. કંપનીએ ગ્રાહકોને જાણકારી આપતા કહ્યું કે આ નવા નિયમો જલ્દી લાગૂ થશે.
આ પહેલા અનેક બેંક કરી ચૂક્યા છે વધારો
SBI Cardsએ કહ્યું કે તે ભાડાના પેમેન્ટમાં પ્રોસેસિંગ ફીમાં વધારો કરી રહ્યું છે. બેંક ક્રેડિટ કાર્ડથી પેમેન્ટના લેનદેન પર સંશોધન કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે તેના પહેલા ICICI Bank, HDFC Bank અને કોટક બેંક પણ વધારો કરી ચૂક્યું છે. ઉલ્લેખનીય છે કે બેંક 15 ફેબ્રુઆરી 2023થી લેનદેનની રકમના 1 ટકા અને જીએસટી ચાર્જ વસૂલે છે. બેંક ઓફ વડોદરાએ પણ લેનદેન અને 1 ટકા ચાર્જ લીધો છે. એચડીએફસી પણ રિવોર્ડ પોઈન્ટસમાં ફએરફાર કરી રહ્યું છે તો આઈસીઆઈસીઆઈએ પણ 20 ઓક્ટોબર 2022થી નિયમમાં ફેરફાર કર્યા છે.