- SBIએ એજન્ટો માટે એક નવું 'મોબાઈલ હેન્ડહેલ્ડ ડિવાઇસ' લોન્ચ કર્યું
- ગ્રાહકોને ડોરસ્ટેપ બેંકિંગ સુવિધાઓ પૂરી પાડવામાં મદદરૂપ થશે
- જરૂરિયાતમંદ લોકો બેંકિંગ સુવિધાઓ અને સેવાઓનો ઉપયોગ કરી શકશે
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દેશની સૌથી મોટી અને સૌથી જૂની જાહેર ક્ષેત્રની બેંક છે. તેના ગ્રાહકોને શ્રેષ્ઠ સુવિધાઓ આપવા માટે સતત પ્રયાસ કરે છે. બેંકે તેના ગ્રાહકોને વધુ એક નવી સુવિધા પૂરી પાડી છે. SBIએ તેમના ગ્રાહક સેવા કેન્દ્ર (CSP) એજન્ટો માટે એક નવું 'મોબાઈલ હેન્ડહેલ્ડ ડિવાઇસ' લોન્ચ કર્યું છે. જેનાથી ગ્રાહકોને ડોરસ્ટેપ બેંકિંગ સુવિધાઓ પૂરી પાડવામાં મદદરૂપ થશે.
નવું 'મોબાઈલ હેન્ડહેલ્ડ ડિવાઇસ' લોન્ચ કર્યું
SBIએ કરોડો ગ્રાહકોને અનુકૂળ અને ઘરઆંગણે બેંકિંગ સેવાઓ માટે સુવિધા ઉપલ્બધ કરશે. આ ફિચર્સ સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય છે. આ મિની ડિવાઈસ દ્વારા શરૂઆતમાં ગ્રાહકને 5 બેંકિંગ સુવિધાઓની સુવિધા મળે છે. જેમાં ખાસ કરીને પૈસા ઉપાડવા, ડિપોઝિટ, પૈસા ટ્રાન્સફર, એકાઉન્ટ બેલેન્સ ચેક અને મિની સ્ટેટમેન્ટ જેવી વગેરે સુવિધા મળશે.
આ ડિવાઇસથી ગ્રાહકોને 5થી વધુ સુવિધાઓ મળશે
સર્વિસ સેન્ટર એજન્ટ આ ડિવાઇસ કોઈપણ ગ્રાહકના ઘરે લઈ જઈ શકે છે અને પૈસા ઉપાડવા, પૈસા જમા કરવા અને મિની સ્ટેટમેન્ટ લેવા જેવી સુવિધાઓ પૂરી પાડી શકે છે. 'કિયોસ્ક બેંકિંગ' સિસ્ટમ સીધા ગ્રાહકોના ઘર સુધી બેંકિંગ સુવિધા લાવે છે. જેના દ્વારા સેવા કેન્દ્રના એજન્ટો વરિષ્ઠ નાગરિકો, વિકલાંગ અને અસ્વસ્થ લોકોને તેમની સુવિધાઓ પૂરી પાડી શકશે.
SBIના ચેરમેન દિનેશ ખરાનું નિવેદન
આમ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ચેરમેન દિનેશ ખરાએ જણાવ્યું હતું કે, 'મોબાઈલ હેન્ડહેલ્ડ ડિવાઈસ' લોન્ચ કરવાનો ઉદ્દેશ્ય સામાન્ય લોકો માટે બેંકિંગ સુવિધાઓને સરળ અને સુલભ બનાવવાનો છે, જેથી જરૂરિયાતમંદ લોકો પોતે બેંકિંગ સુવિધાઓ અને આવશ્યક સેવાઓનો ઉપયોગ કરી શકે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આના દ્વારા શરૂઆતમાં પાંચ આવશ્યક બેન્કિંગ સેવાઓ – રોકડ ઉપાડ, રોકડ જમા, બેલેન્સ પૂછપરછ, મિની સ્ટેટમેન્ટ અને ફંડ ટ્રાન્સફર – લોકોને પૂરી પાડવામાં આવશે. તે પછીથી વધુ વિસ્તરણ કરવામાં આવશે.