દર વર્ષે દિવાળીના દિવસે શેરબજારમાં એક કલાકનું સ્પેશિયલ ટ્રેડિંગ સેશન યોજાય છે. જેને મુહૂર્ત ટ્રેડિંગ પણ કહેવામાં આવે છે. આ દિવસે રોકાણ માટે ખૂબ શુભ માનવામાં આવે છે. રોકાણકારો આને પૈસા કમાવાની તકના રુપમાં જુએ છે. આ વર્ષે બીએસઈ અને એનએસઈ શુક્રવાર એક નવેમ્બરે સાંજે છ વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી મુહૂર્ત ટ્રેડિંગ સેશન શરૂ કરશે. જ્યારે આખો દિવસ માર્કેટ બંધ રહેશે.
મુહૂર્ત ટ્રેડિંગના દિવસે રોકાણકારોને ફાયદો થાય છે કે નહીં તે સૌથી મોટો પ્રશ્ન છે. ઐતિહાસિક રીતે, મુહૂર્ત ટ્રેડિંગ સત્રો રોકાણકારો માટે નાણાં રળનારા રહ્યા છે. ભલે ટ્રેડિંગ વોલ્યુમ પ્રમાણમાં ઓછું હોય. છેલ્લા 16 વર્ષમાં શેરબજારો 13 મુહૂર્ત ટ્રેડિંગ સેશનમાં ગ્રીન ઝોનમાં બંધ થયા છે. ચાલો તમને એ પણ જણાવીએ કે છેલ્લા દોઢ દાયકામાં મુહૂર્ત ટ્રેડિંગ સેશનમાં શેરબજારના કેવા પ્રકારના આંકડા જોવા મળ્યા?
ગયા વર્ષે મુહૂર્ત ટ્રેડિંગ સેશન કેવું હતું?
વર્ષ-2023માં, દિવાળી 12 નવેમ્બરના રોજ ઉજવવામાં આવી હતી. આ દિવસે, વિશેષ સત્રોમાં, શેરબજારે છેલ્લા 5 વર્ષમાં બીજું શ્રેષ્ઠ પ્રદર્શન બતાવ્યું અને રોકાણકારોને સમૃદ્ધ બનાવ્યા. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ 355 પોઈન્ટ અથવા 0.55 ટકાના વધારા સાથે 65,259 પર અને નિફ્ટી 50 100 પોઈન્ટ અથવા 0.52 ટકાના વધારા સાથે 19,525 પર બંધ થયો હતો. મિડકેપ ઇન્ડેક્સ 0.67 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ 1.14 ટકા વધવા સાથે મિડ અને સ્મોલકેપ શેરોએ સારો દેખાવ કર્યો હતો. રોકાણકારોએ BSE પર લિસ્ટેડ તમામ કંપનીઓનું માર્કેટ કેપ વધારીને રૂપિયા 322.5 લાખ કરોડ કર્યું છે.
છેલ્લા દોઢ દાયકામાં મુહૂર્ત ટ્રેડિંગ પર નિફ્ટીનું પ્રદર્શન
સાલ મુહૂર્ત ટ્રેડિંગ પર નિફ્ટીમાં વધારો/ઘટાડો
2023 0.52 ટકા
2022 0.88 ટકા
2021 0.5 ટકા
2020 0.47 ટકા
2019 0.37 ટકા
2018 0.7 ટકા
2017 -0.6 ટકા
2016 -0.04 ટકા
2015 0.5 ટકા
2014 0.2%
2013 0.2 ટકા
2012 -0.3 ટકા
2011 0.2 ટકા
2010 0.5 ટકા
2009 0.02 ટકા
2008 5.9 ટકા
નિષ્ણાતોનું મંતવ્ય
નિષ્ણાતો મુહૂર્ત ટ્રેડિંગના દિવસે સાવચેત રહેવાની સલાહ આપે છે. મુહૂર્ત ટ્રેડિંગ દિવસોમાં મર્યાદિત તરલતાને જોતાં, સામાન્ય રીતે એવું સૂચન કરવામાં આવે છે કે રોકાણકારો, ખાસ કરીને નવા નિશાળીયા, મોટા વેપારને બદલે ટોકન રોકાણ કરે. આ દિવસ માટે નાણાકીય સલાહકારની પણ સલાહ લઈ શકાય છે. ખાસ કરીને જ્યારે કોઈપણ રોકાણકાર મૂંઝવણમાં હોય કે તેના પૈસા કયા શેરમાં રોકાણ કરવા. નિષ્ણાંતો સતત સલાહ આપે છે કે રોકાણના નિર્ણયો પર તહેવારોની ભાવનાઓને પ્રભુત્વ ન આપવા દો. તેના બદલે, આ તકનો ઉપયોગ વ્યૂહાત્મક, લાંબા ગાળાના લાભો માટે કરો.
Disclaimer: શેરબજારમાં કોઈપણ પ્રકારનું રોકાણ કરતાં પહેલા પોતાના માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂર લેવી.