- સોની ગૃપે ટર્મિનેશન પત્ર મોકલાવી દીધો
- અગાઉથી ડીલ રદ્દ થશે તેવી ચર્ચા હતી
- નવી કંપનીમાં લીડરશીપને લઈ સહમતી ન થઈ શકી
સોની ગૃપે હવે સત્તાવાર રીતે ઝી એન્ટરટેઈનમેન્ટ સાથે 10 અબજ ડોલરની ડીલ રદ કરવાનો નિર્ણય કરી લીધો છે. સોની ગૃપે પોતાના ભારતીય કારોબારને Zee Entertainmentની સાથે મર્જરનો પ્રસ્તાવ હતો. મળતી માહિતી પ્રમાણે 22 જાન્યુઆરીએ પોતાના એક રિપોર્ટમાં આ વાત કહી છે. રિપોર્ટમાં એવું પણ કહેવાયું છે કે જાપાનની એન્ટરટેઈનમેન્ટ કંપની સોની ગૃપે ઝીને સોમવારે સત્તાવાર રીતે ટર્મિનેશનલ લેટર મોકલી દીધો છે.
આમ છતાં બંને કંપનીઓ તરફથી આંગે કોઈ સત્તાવાર જાણકારી સામે નથી આવી. એક્સચેંજને પણ સવારે 10 વાગ્યા સુધી જાણ કરવામાં નથી આવી. રિપોર્ટ પ્રમાણે સોનીએ આ ટર્મિનેશનલ લેટરમાં મર્જર એગ્રિમેન્ટને પૂર્ણ નહીં કરવાનું કારણ દર્શાવ્યું છે.
સોની ગૃપ તરફથી આ ડીલ રદ કરવાની ખબર એવા સમયે આવી રહી છે જ્યારે થોડાક સમય અગાઉ ઝી એન્ટરટેઈન્મેન્ટે રેગ્યુલેટરી ફાઈલિંગમાં જણાવ્યું હતું કે તે Culver Max Entertainmentની સાથે 10 અબજ ડોલકની ડીલને સફળતાથી પુરી કરવાનો પ્રયાસ કરી રહી છે.
અગાઉથી ડીલ રદ થવાની ચર્ચા
19 જાન્યુઆરીએ કંપનીએ કહ્યું હતું કે અમે કહેવા માગીએ છીએ કે સોનીની સાથે મર્જરને લઈ પ્રતિબદ્ધ છીએ અને આ પ્રસ્તાવ પૂર્ણ કરવાની પર કામ કરી રહ્યા છીએ. આ સ્કીમને યોગ્ય રીતે લાગુ કરવા માટે મર્જની પ્રભાવી તારીખને આગળ વધારવા અમને સોની સાથે વાતચીત કરી રહ્યા છીએ. એક રિપોર્ટમાં કહેવાયું હતું કે સોની આ ડીલ સમાપ્ત કરવા પર વિચાર કરી રહ્યું છે. બંને પાર્ટીને મર્જર પછી નવી કંપનીમાં લીડરશીપને લઈ સહમતી ન થઈ શકી.
વર્ષ-2021માં ડીલ પર વાતચીત થઈ હતી
બંને કંપનીઓ વચ્ચે વર્ષ-2021માં આશરે 10 અબજ ડોલરની ડીલ પર વાતચીત શરૂ થઈ હતી. 21 ડિસેમ્બર 2023ના રોજ આ ડીલ પુરી થવાની હતી. ઝીએ મર્જરની ડેડલાઈનને આગળ ધપાવવા માટે સોની સાથે વાતચીત કરી પણ હતી. અને આની પર પરસ્પર સહમતી પણ સધાઈ ચુકી હતી. છતાં આ વિક એન્ડમાં 30 દિવસના મર્જરની તારીખને આગળ વધારવાની ડેડલાઈન પણ સમાપ્ત થઈ ગઈ છે.