• Sovereign Gold Bondની ખરીદી આજથી કરી શકાશે
  • ઈશ્યૂ પ્રાઈસ 5409 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરાઈ
  • ઓનલાઈન અરજી અને પેમેન્ટ પર 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે

જો તમે સોનામાં રોકાણ કરવાનું પસંદ કરો છો તો તમારા માટે એક સારો અવસર છે. સરકાર જનતાને સસ્તા દરે સોનું ખરીદવાનો અવસર આપી રહી છે. સરકારે સોમવારથી એટલે કે આજથી સોવરેન ગોલ્ડ બોન્ડની ત્રીજી સીરીઝ ચાલુ કરવાનું નક્કી કર્યું છે. સોવરેન ગોલ્ડ બોન્ડનું સબ્સક્રિપ્શન 19 ડિસેમ્બરથી 23 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે. 5 દિવસ સુધી આ સ્કીમનો લાભ મેળવી શકાશે. આ માટે ઈશ્યૂની કિંમત 5409 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરાઈ છે. ભારતીય રિઝર્વ બેંકે શુક્રવારે આ જાણકારી આપી છે. ઉલ્લેખનીય છે કે સોવરેન ગોલ્ડ બોન્ડ આરબીઆઈની તરફથી જાહેર કરાય છે. આ માટે સરકારની ગેરેંટી હોય છે. મળતી માહિતી અનુસાર સોવરેન ગોલ્ડ બોન્ડ 2022-23ની ત્રીજી સીરીઝ સબ્સક્રિપ્શન માટે 19-23 ડિસેમ્બરનો સમય નક્કી કરાયો છે. તો ચોથી સીરીઝ 6-10 માર્ચ 2023 સુધી ચાલુ રહેશે.

ઓનલાઈન ખરીદી પર મળશે 50 રૂપિયા પ્રતિ ગ્રામની છૂટ

ઓનલાઈન અરજી કરનારા પર રોકાણકારોને 50 રૂપિયા પ્રતિ ગ્રામની છૂટ આપવાનો નિર્ણય લેવાયો છે. તેને માટે તેમને ડિજિટલ રીતે પેમેન્ટ કરવાનું રહેશે. તેનો મતલબ એ કે ઓનલાઈન પેમેન્ટ કરનારા રોકાણકારોને માટે આ ગોલ્ડ બોન્ડની ઈશ્યૂ પ્રાઈસ 5359 રૂપિયા પ્રતિ ગ્રામ રહેશે.

ક્યાંથી ખરીદી શકાશે સોવરેન ગોલ્ડ બોન્ડ

સોવરેન ગોલ્ડ બોન્ડના વેચાણ શેડયૂલ્ડ કર્મશિયલ બેંક, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ, ક્લિયરીંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ, ડેજિગ્રેટેડ પોસ્ટ ઓફિસ, એનએસઈ, બીએસઈની મદદથી ખરીદી શકાશે.

ગ્રાહકોને મળશે 2.50 ટકાનું વ્યાજ

સોવરેન ગોલ્ડ બોન્ડની મેચ્યોરીટી સમય 8 વર્ષનો હોય છે. સાથે તમે તેમાં 5મા વર્ષ બાદ નવા વ્યાજની તારીખ પર બહાર નીકળવાનો ઓપ્શન પણ મળી શકે છે. આ સાથે નક્કી કિંતમ પર 6 મહિનાના આધારે 2.50 ટકાનું વાર્ષિક વ્યાજ મળશે.

વધુમાં વધુ 4 કિલોનું સોનું ખરીદી શકાશે

સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમમાં એક વર્ષમાં એક વ્યક્તિ વધુમાં વધુ 4 કિલો સોનાના બોન્ડ ખરીદી શકે છે. ન્યૂનતમ રોકાણ એક ગ્રામનું રહેશે. ટ્રસ્ટ કે તેના જેવી સંસ્થા 20 કિલોગ્રામ સુધીના બોન્ડ ખરીદી શકે છે. ઉલ્લેખનીય છે કે અરજી ઓછામાં ઓછા 1 ગ્રામ અને તેના મલ્ટીપલમાં કરી શકાય છે.  

  • Follow us on: