ભારતીય શેરબજાર આજે એટલે કે, 06 નવેમ્બર બુધવારે શાનદાર તેજી સાથે બંધ થયું હતું. જયારે સવારે પણ માર્કેટ 300 પોઈન્ટ વધીને ખુલ્યું હતું. ભારતીય શેરબજાર આજે 901 પોઈન્ટના ઉછાળા સાથે 80,378ની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 270 પોઈન્ટ વધીને 24,484ની સપાટીએ બંધ રહ્યો હતો.
આ સમયે, BSE સ્મોલકેપ 1,077 પોઈન્ટના વધારા સાથે 56,008 ના સ્તર પર બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 25 વધ્યા અને 5 ઘટ્યા. નિફ્ટીના 50 શેરોમાંથી 41 વધ્યા અને 9 ઘટ્યા. એનએસઈના તમામ લોકલ ઈન્ડેક્સમાં ઉછાળો જોવા મળ્યો હતો. આઇટી સેક્ટરમાં સૌથી વધુ 4.05 ટકાનો વધારો થયો હતો.
આઇટી શેરોમાં જોરદાર ઉછાળો
આજે સેન્સેક્સની 30માંથી 25 કંપનીઓના શેર લીલા નિશાનમાં બંધ થયા હતા જ્યારે બાકીની 5 કંપનીઓના શેર લાલ નિશાનમાં બંધ થયા હતા. એ જ રીતે, નિફ્ટી 50 ની 50 કંપનીઓમાંથી 41 કંપનીઓના શેર્સ લીલા નિશાનમાં અને બાકીની 9 કંપનીઓના શેર લાલ નિશાનમાં નુકસાન સાથે બંધ થયા હતા. બુધવારે આઇટી કંપનીઓના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો જ્યારે બેન્કિંગ શેરોમાં ઘટાડો નોંધાયો હતો.
આ બેંકોના શેરમાં કડાકો બોલાયો
આજના કારોબારી સત્રમાં બજાજ ફિનસર્વ, જેએસડબલ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલ, બજાજ ફાયનાન્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટાટા મોટર્સ, નેસ્લે ઈન્ડિયા, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક મહિન્દ્રા બેંક, એશિયન પેઈન્ટ્સ, આઈટીસી અને પાવર ગ્રીડના શેર પણ મેળવ્યા હતા. આજે, નબળા નાણાકીય પરિણામોને કારણે, ટાઇટનના શેરમાં મહત્તમ 1.72 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. ઇન્ડસઇન્ડ બેન્ક 1.14 ટકા, હિન્દુસ્તાન યુનિલિવર 0.79 ટકા, એક્સિસ બેન્ક 0.35 ટકા અને એચડીએફસી બેન્ક 0.22 ટકા ઘટ્યા હતા.
મંગળવારે માર્કેટ રિકવર થઈ તેજી સાથે બંધ થયું
અગાઉ ગઈકાલે એટલે કે, પાંચમી નવેમ્બરના રોજ સેન્સેક્સે દિવસના નીચા 78,296થી 1,180 પોઈન્ટ રિકવરી મેળવી હતી. દિવસના કારોબાર બાદ તે 694 પોઈન્ટના વધારા સાથે 79,476 પર બંધ રહ્યો હતો.
જ્યારે નિફ્ટી પણ 23,842ની નીચી સપાટીથી 371 પોઈન્ટ સુધર્યો હતો. તે 217 પોઈન્ટના ઉછાળા સાથે 24,213ના સ્તરે બંધ રહ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 21 ઉપર અને 9 ડાઉન હતા. નિફ્ટીના 50 શેરોમાંથી 39 ઉપર અને 11 ડાઉન હતા. એનએસઈના મેટલ સેક્ટરમાં સૌથી વધુ 2.84%નો ઉછાળો જવા મળ્યો હતો.
Disclaimer: શેરબજારમાં કોઈપણ પ્રકારનું રોકાણ કરતાં પહેલા પોતાના માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂર લેવી.













