• NSEનો નિફ્ટી 2.06 ટકા વધારો
  • BSEનો સેન્સેક્સ 2.03 ટકા વધારો
  • આજે માર્કેટ તેજી સાથે થયું ઓપન

ભારતીય શેરબજારમાં પ્રથમ દિવસે એટલે કે સોમવારે (4 ડિસેમ્બરે) શાનદાર તેજી જોવા મળી હતી. ચાર રાજ્યોમાં વિધાનસભાની ચુટણીના પરિણામની અસર આજે સ્થાનિક શેરબજાર પર દેખાઈ હતી. સેન્સેક્સ 1400 પોઈન્ટના ઉછાળા સાથે અને નિફ્ટી 430 પોઈન્ટના ઉછાળા સાથે નવી ઐતિહાસિક ટોચે પહોંચ્યો હતો. આજના સત્રમાં બેંકિંગ તેમજ સરકારી કંપનીઓના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. એક જ સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 6 લાખ કરોડનો વધારો જોવા મળ્યો છે. આજના કારોબારમાં BSEનો સેન્સેક્સે લગભગ 1,371 પોઇન્ટના વધારા સાથે 68,852 પર બંધ થયો હતો. જ્યારે NSEનો નિફટી 416 પોઈન્ટના વધારા સાથે 20,684 પર બંધ થયો હતો. 

શેરબજારની સ્થિતિ

આજના સત્રમાં સેન્સેક્સ-નિફ્ટી ઐતિહાસિક ઊંચાઈએ પહોંચ્યા હતા. તો બેંક નિફ્ટી પણ 1668 પોઈન્ટના ઉછાળા સાથે 46,484 પોઈન્ટની ઐતિહાસિક ટોચે પહોંચી હતી. નિફ્ટી મિડ કેપ ઈન્ડેક્સ અને સ્મોલ ઈન્ડેક્સ પણ તેમના જીવનકાળના ઉચ્ચ સ્તરે બંધ થયા છે. આજના કારોબારમાં સરકારી અને ખાનગી બંને બેંકોના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો. સરકારી કંપનીઓમાં પણ મોટી ખરીદી જોવા મળી હતી. સેન્સેક્સના 30 શેરોમાંથી 25 શેરો ઉછાળા સાથે અને 5 નુકસાન સાથે બંધ થયા હતા. જ્યારે નિફ્ટીના 50માંથી 45 શેર ઉછાળા સાથે અને 5 નુકસાન સાથે બંધ થયા છે.

માર્કેટ કેપ રેકોર્ડ હાઈ પર

શેરબજારમાં જબરદસ્ત વૃદ્ધિને કારણે BSE પર લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી ઐતિહાસિક ઊંચાઈએ બંધ થઈ ગઈ છે. આજના વેપારમાં માર્કેટ કેપ રૂ. 343.45 લાખ કરોડ હતું. જ્યારે ગત સિઝનમાં માર્કેટ કપની કિંમત 337.53 લાખ કરોડ રૂપિયા હતી. મતલબ કે આજના વેપારમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 6 લાખ કરોડનો વધારો થયો છે.

  • Follow us on: