- ખોટ ખાઈને પણ સરકારે આવો નિર્ણય લીધો
- આગામી સમયમાં પણ આ પ્રતિબંધ યથાવત રહેશે
- ખાંડ, ચોખા અને ઘઉં દેશની પ્રજાને મળી રહે તેવો પણ સરકારનો હેતુ
કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું કે ઘઉં, ચોખા અને ખાંડની નિકાસ પર લગાવેલા પ્રતિબંધને હાલ હટાવવાનો કોઈ પ્રસ્તાવ સરકારે પાસ નથી કર્યો તેમને વધુમાં જણાવ્યું કે દેશમાં ઘઉં અને ખાંડની આયાત પણ નહિ થાય.
પીયૂષ ગોયલના જણાવ્યા પ્રમાણે ઘઉં, ચોખા અને ખાંડની નિકાસ પર પ્રતિબંધ હટાવવાનો હાલ પૂરતો કોઈ નથી. ભારત ઘઉં, ચોખા અને ખાંડની આયાત પણ નહીં કરે. ભારતે મે-2022માં ઘઉંની નિકાસ અને જુલાઈ-2023થી બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો હતો. ઘરેલું સ્તરે વધતી કીંમતોને કાબૂ કરવાના ઉપાય હેઠળ ઑક્ટોબર-2023થી ખાંડની નિકાસ પર સરકારે પ્રતિબંધ લગાવ્યો હતો.













