- દવા કંપનીઓના નિયમમાં ફેરફાર માટે હેલ્થ મિનિસ્ટ્રીનું નોટિફિકેશન
- નાની દવા કંપનીઓનું કહેવું છે આનાથી તેમનો ખર્ચ વધી જશે
- દેશની તમામ નાની-મોટી કંપનીને નોટિફિકેશન પ્રમાણે નિયમ લાગુ કરવો ફરજિયાત
આરોગ્ય મંત્રાલયે તાજેતરમાં સંશોધનને લઈ એક નોટિફિકેશન બહાર પાડયું હતું. તમામ દવા કંપનીઓ માટે આને લાગુ કરવું ફરજિયાત છે. આનાથી અનેક નાની અને મધ્યમ દવા કંપનીઓ પર બંધ થવાનો ખતરો પેદા થયો છે.
દવા ઉત્પાદનને લઈ તાજેતરમાં કેટલાક નવા નિયમો બનાવવામાં આવ્યા છે. ઈન્ડસ્ટ્રીઝના જાણકારો અનુસાર આનાથી દેશમાં દવાની ભારે તંગી સર્જાશે તેમજ કીંમત પણ વધી જશે. અનેક મધ્યમ અને નાની દવા કંપનીઓનું કહેવું છે કે તેઓ નવા નિયમોનું પાલન કરવાની સ્થિતિમાં નથી. અને આમાંથી કેટલાક યુનિટ બંધ થઈ શકે છે. હેલ્થ મિનિસ્ટ્રીએ તાજેતરમાં શિડ્યુલ એમમાં પરિવર્તનને લઈ એક નોટિફિકેશન પ્રસિદ્ધ કર્યું હતું. આ તમામ દવા કંપનીઓએ લાગુ કરવું જરૂરી બની ગયું છે.
ગત વર્ષે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ દવા કંપનીઓને જણાવ્યું હતું કે શિડ્યુલ એમને તમામ માઈક્રો, સ્મોલ અને મીડિયમ કંપનીઓ માટે તબક્કાવાર ફરજિયાત બનાવવામાં આવશે. 250 કરોડ રૂપિયાથી વધુ વાર્ષિક ટર્ન ઓવર ધરાવતી કંપનીઓએ છ માસની અંદર માપદંડને લાગુ કરવા જરૂરી છે. નાની કંપનીઓને આને લાગુ કરવા એક વર્ષનો સમય અપાયો છે. પરંતુ લઘુ ઉદ્યોગ ભારતીના પ્રતિનિધિનું કહેવું છે કે નાની અને મધ્યમ કંપનીઓ માટે રિવાઈઝ્ડ શિડ્યુલ એમને લાગુ કરવું સરળ નહીં રહે. વધુમાં તેમનું કહેવું હતું કે તમામ કંપની ગુણવચ્ચા સુધાર માટે તૈયાર છે પરંતુ આમાં ખૂબ ખર્ચ આશે. આ પ્રોસેસથી સેંકડો કંપનીઓને તાળાં લાગી જશે. આમાં દેશમાં દવાની તીવ્ર તંગી સર્જાશે અને દવાની કીંમત પણ વધશે.
ગૂંચ શું છે?
સિંગલા અનુસાર નાની અને મધ્યમ કંપનીઓને સંશોધિત નિયમોને લાગુ કરવા માટે ખૂબ ઓથો સમય અપાયો છે. નાની કંપનીઓ માટે નવા નિયમોનો લાગુ કરવા પડકારજનક કામ છે. આનાથી ઓછા ટક્મમાં તેની કેપેક્સ વધી જશે અને ઓપરેટિંગ કોસ્ટમાં કાયમી વધારો નોંધાશે. પંજાબ ડ્રગ મેન્યુફેકચરર્સ એસોસિએશન અનુસાર આનાથી એનએલઈએમમાં સામેલ જરૂરી દવાઓને વેચવી મુશ્કેલ જરૂરી દવાઓને બનાવવી મુશ્કેલ થઈ જશે. નવા નિયમોને લીધે આ દવાઓ બનાવવાના ખર્ચ અને સીલિંગ પ્રાઈસ ઉપરથી જતી રહેશે.













