• આ વર્ષે પ્રથમ છ મહિનામાં 31 કંપનીના IPO આવ્યા
  • નાણાકીય વર્ષ 2023-24માં 28 કંપનીઓ IPO આવશે
  • ટાટા ગ્રૂપ 19 વર્ષ બાદ તેનો IPO લોન્ચ કરશે

આ વર્ષે IPOને કારણે ભારતીય શેરબજાર ગરમ છે. નાનીથી લઈને મોટી કંપનીઓએ તેમના IPO લોન્ચ કર્યા છે. અત્યાર સુધીમાં, નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ છ મહિનામાં રેકોર્ડ 31 કંપનીના IPO બજારમાં આવ્યા છે. આ સિવાય 28 કંપનીઓ નાણાકીય વર્ષ 2023-24માં શેરબજારમાં પ્રવેશવા માટે તૈયાર છે. 28 કંપનીઓ IPO દ્વારા 38 હજાર કરોડ રૂપિયા એકત્ર કરે તેવી અપેક્ષા છે. આ સિવાય 41 કંપનીઓ 44 કરોડના IPO માટે સેબીની મંજૂરીની રાહ જોઇ રહી છે.

આ કંપનીના આવી રહ્યા છે IPO

ચાલુ નાણાકીય વર્ષના ઓયો, ટાટા ટેક્નોલોજીસ, જેએનકે ઇન્ડિયા, ડોમ ઇન્ડસ્ટ્રીઝ, એપીજે સુરેન્દ્ર પાર્ક હોટેલ્સ, ઈપૈક ડ્યૂરેબલ્સ, બીએલએસ ઇ સર્વિસેઝ, આરકે સ્વામી અને ગો ડિજીટ ઈન્સ્યોરન્સ જેવી મોટી કંપનીઓ શેરબજારમાં પ્રવેશવા જઈ રહી છે.

ચૂંટણી પહેલા ઘણા IPO લોન્ચ કરવામાં આવશે

એક એહેવાલ અનુસાર, પ્રાઇમ ડેટાબેઝના મેનેજિંગ ડિરેક્ટર પ્રણવ હલ્દિયાએ જણાવ્યું હતું કે ભારતીય શેરબજારોમાં પ્રવેશવાની યોજના બનાવી રહેલી કુલ કંપનીઓમાંથી, ત્રણ નવા યુગની ટેક્નોલોજી કંપનીઓ સામૂહિક રીતે 12 હજાર કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. આગામી મહિનામાં સામાન્ય ચૂંટણીઓને કારણે વિક્ષેપ પહેલા સંખ્યાબંધ IPO લોન્ચ થવાની શક્યતા છે.

ઓયોનો IPO

કેટલીક કંપનીઓના IPO પર રોકાણકારોનું વધુ ધ્યાન છે. Oyo IPO દ્વારા રૂ. 8,300 કરોડથી વધુ એકત્ર કરવાની યોજના ધરાવે છે. અગાઉ રૂ. 8,430 કરોડ એકત્ર કરવાની યોજના હતી, જેમાં રૂ. 7,000 કરોડના શેર ઇશ્યૂ કરવામા આવશે અને રૂ. 1,430 કરોડના શેર ઓફર ફોર સેલ (OFS)હેઠળ ઓફર કરે તેવી એપેક્ષા છે, પરંતુ એવી અપેક્ષા છે કે કંપની વેલ્યુએશન અને ઇશ્યૂનું કદ ઘટાડશે.

ટાટા ટેક IPO

ટાટા ગ્રૂપ 19 વર્ષ બાદ તેનો પહેલો IPO લોન્ચ કરવા જઈ રહ્યું છે. ટાટા ટેક IPO પહેલા ટાટા ગ્રૂપે 2004માં TCSનો IPO લિસ્ટ કરવામાં આવ્યો હતો. ટાટા ટેક્નોલોજીસ એ ટાટા મોટર્સની પેટાકંપની છે. ઓફર ફોર સેલ (OFS) હેઠળ કંપની IPOમાં 811 લાખ શેર ઓફર કરે તેવી અપેક્ષા છે. IPO વેચાણ માટે 100 ટકા ઓફર હશે.

  • Follow us on: