- આ વર્ષે સાતમી વખત નિર્મલા સીતારમણ રજૂ કરશે બજેટ
- 23 જુલાઇએ રજૂ કરશે બજેટ
- નાણામંત્રી સીતારમણ દ્વારા થોડા દિવસ પહેલા જ કરાઇ હલવા સેરેમની
સંસદનું બજેટ સત્ર 22 જુલાઇએ શરૂ થઇ રહ્યુ છે. 23 જુલાઇએ નાણામંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં કેન્દ્રીય બજેટ રજૂ કરશે. આ વખતે નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરીને અનોખો રેકોર્ડ બનાવશે. તેઓ સતત 7મી વખત બજેટ રજૂ કરનાર દેશના પ્રથમ નાણામંત્રી છે. સીતારમણ સિવાય અત્યાર સુધી સૌથી વધુ છ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ પૂર્વ વડાપ્રધાન મરોરજી દેસાઈના નામે છે. જો કે આ વખતે સીતારમણ પૂર્વ પીએમ દેસાઈનો પણ રેકોર્ડ તોડી દેશે. ત્યારે જાણીએ અત્યાર સુધીમાં બજેટમાં સૌથી લાંબી સ્પીચ કયા નાણામંત્રીની રહી છે.
નિર્મલા સીતારમણે ક્યારે કેટલા મિનિટનું આપ્યું ભાષણ ?
| વર્ષ | બજેટ ભાષણનો સમયગાળો |
| 1 ફેબ્રુઆરી 2024 વચગાળાનું બજેટ | 56 મિનિટ |
| 2023-2024 | 87 મિનિટ |
| 2022-2023 | 1 કલાક 30 મિનિટ |
| 2021-2022 | 100 મિનિટ
|
| 2020-2021 | 2 કલાક 40 મિનિટ |
| 2019-2020 | 2 કલાક 17 મિનિટ |
સૌથી લાંબુ ભાષણ કયા નાણામંત્રીનું ?
ભારતીય ઈતિહાસમાં સૌથી લાંબુ બજેટ ભાષણ વાંચવાનો રેકોર્ડ પણ નિર્મલા સીતારમણના નામે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણનું કેન્દ્રીય બજેટ 2020 ભાષણ ભારતીય ઈતિહાસનું સૌથી લાંબુ બજેટ ભાષણ છે જે 2 કલાક 40 મિનિટ સુધી ચાલ્યું હતું. આ દરમિયાન તેમણે કેન્દ્રીય બજેટ 2019 રજૂ કરવાનો 2 કલાક 17 મિનિટનો પોતાનો જ રેકોર્ડ તોડ્યો. તેમના પહેલા સૌથી લાંબા બજેટ ભાષણનો રેકોર્ડ સ્વર્ગસ્થ અરુણ જેટલીના નામે હતો. જેટલીનું 2014નું બજેટ ભાષણ 2 કલાક 10 મિનિટનું હતું.
સૌથી ટૂંકુ ભાષણ કોનું ?
નિર્મલા સીતારમણ પહેલા ભાજપના નેતા જસવંત સિંહે સૌથી લાંબુ બજેટ ભાષણ આપવાનો રેકોર્ડ બનાવ્યો હતો. 2003માં તેમણે 2 કલાક 15 મિનિટનું બજેટ રજૂ કર્યું હતું. જ્યારે સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં સૌથી ટૂંકું બજેટ ભાષણ હિરુભાઈ એમ પટેલ દ્વારા 1977માં આપવામાં આવ્યું હતું. તેમણે માત્ર 800 શબ્દોનું વચગાળાનું બજેટ ભાષણ આપ્યું હતું. સૌથી ટૂંકું પૂર્ણબજેટ ભાષણ વાઇ. બી ચૌહાણનું હતું. જે માત્ર 9300 શબ્દોનું હતું. મોરારજી દેસાઈએ 10 હજાર શબ્દોનું બીજું સૌથી ટૂંકું ભાષણ રજૂ કર્યું હતું.