નાણામંત્રી નિર્મલા સીતારમણે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ પૂર્ણ બજેટ રજૂ કર્યું હતુ. બજેટ ભાષણમાં નાણામંત્રીએ ડીપ ટેક માટે ફંડની જાહેરાત કરી છે. ડીપ ટેકમાં ઘણી વસ્તુઓ આવે છે. આવો જાણીએ આ બજેટમાં ટેક અને ઈનોવેશન સેક્ટરમાં શું જાહેરાત કરવામાં આવી છે.


નાણામંત્રીએ આ જાહેરાત એવા સમયે કરી છે જ્યારે ડીપ ટેક સેક્ટરમાં બહુ ઓછું રોકાણ કરવામાં આવી રહ્યું છે

નિર્મલા સીતારમણે કહ્યું કે સરકાર ડીપ ટેકને પ્રોત્સાહન આપવા માટે ફંડનું એક ફંડ બનાવશે. કેન્દ્ર સરકાર આગામી 5 વર્ષમાં IIT અને IIScમાં ટેક્નોલોજી પર સંશોધન માટે 10 હજાર ફેલોશિપ આપશે. નિર્મલા સીતારમણે બજેટ ભાષણમાં કહ્યું છે કે સરકાર ખાનગી ક્ષેત્રમાં સંશોધન અને વિકાસ અને નવીનતા માટે 20 હજાર કરોડ રૂપિયા આપશે. આ સાથે તેમણે ડીપ ટેક માટે ફંડ ઓફ ફંડની પણ જાહેરાત કરી છે.

નાણામંત્રીએ આ જાહેરાત એવા સમયે કરી છે જ્યારે ડીપ ટેક સેક્ટરમાં બહુ ઓછું રોકાણ કરવામાં આવી રહ્યું છે. ઓછા રોકાણનું મુખ્ય કારણ ડીપ ટેક સ્ટાર્ટ-અપ્સ દ્વારા પોતાને સ્થાપિત કરવામાં સમય લાગે છે.

ડીપ ટેક શું છે?

ડીપ ટેક (ડીપ ટેક્નોલોજી) એ અત્યાધુનિક વૈજ્ઞાનિક અને એન્જિનિયરિંગ એડવાન્સમેન્ટ પર આધારિત નવીનતા માટે વપરાતો શબ્દ છે. ડીપ ટેક માત્ર સોફ્ટવેર આધારિત અથવા ગ્રાહક કેન્દ્રિત ટેકનોલોજી વિશે વાત કરતી નથી. આ ટેક્નોલોજીને તૈયાર થવામાં વર્ષો લાગે છે. આમાં ઘણા વર્ષો સુધી સંશોધન અને વિકાસ કરવાનું રહે છે.

ડીપ ટેક અને ટેક્નોલોજી સેક્ટરને વેગ આપવા માટે સરકારે આ જાહેરાતો કરી છે. ડીપ ટેકમાં AI, બાયોટેકનોલોજી, નેનોટેકનોલોજી, રોબોટિક્સ અને અન્ય ઘણા વિષયોનો સમાવેશ થાય છે. આ બધા વિષયો પર કામ કરવા માટે વર્ષો સુધી રિસર્ચ કરવું પડે છે, જેમાં ઘણા પૈસા ખર્ચવા પડે છે. આ જ કારણ છે કે આ ક્ષેત્રમાં ખૂબ જ ઓછું ખાનગી રોકાણ જોવા મળે છે.

પીએમ રિસર્ચ ફેલોશિપ -

આ અંતર્ગત 5 વર્ષમાં 10 હજાર ફેલોશિપ આપવામાં આવશે. આ મૂળભૂત રીતે IIT અને IISc માટે હશે. આ સિવાય મૂળભૂત જીઓસ્પેશિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ડેટા ડેવલપમેન્ટ માટે નેશનલ જિયોસ્પેશિયલ મિશન શરૂ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત લેન્ડ રેકોર્ડ, શહેરી આયોજન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડિઝાઇન પર કામ કરવામાં આવશે.

શિક્ષણ માટે એઆઈમાં સેન્ટર ઓફ એક્સેલન્સઃ

આ યોજના હેઠળ રૂ. 500 કરોડની ફાળવણી કરવામાં આવી છે. વાસ્તવમાં, આ યોજનામાં એઆઈને શિક્ષણમાં એકીકૃત કરવાનો સમાવેશ થાય છે. હાલના AI કેન્દ્રોનું વિસ્તરણ કરવામાં આવશે. AIનો ઉપયોગ કૃષિ, આરોગ્ય અને ટકાઉ શહેરો માટે કરવામાં આવશે. તેની જાહેરાત 2023માં જ કરવામાં આવી હતી, પરંતુ હવે બજેટ 2025માં કહેવામાં આવ્યું છે કે તેનો વિસ્તાર કરવામાં આવશે.


  • Follow us on: