દેશનું સામાન્ય બજેટ 2026 રજૂ થવાનું છે. આ વખતે 1 ફેબ્રુઆરીએ રવિવાર હોવાથી રવિવારે બજેટ સંસદમાં રજૂ કરવામાં આવશે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર માટે નાણામંત્રી નિર્મલા સીતારમણ આ મહત્વપૂર્ણ બજેટ રજૂ કરશે. બજેટની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે, અને હંમેશની જેમ, તેની સાથે સંકળાયેલી પરંપરાઓ પર પણ ચર્ચા થઈ રહી છે. આમાંથી એક છે હલવા સેરેમની, જે સામાન્ય રીતે બજેટ પહેલાં થાય છે. જોકે, એક વર્ષ એવું પણ આવ્યું હતુ જ્યારે આ પરંપરા તૂટી હતી.


શું હોય છે હલવા સેરેમની?

હલવા સેરેમની એ બજેટ પ્રક્રિયાનો એક પ્રતીકાત્મક પણ મહત્વપૂર્ણ ભાગ છે. જ્યારે ડ્રાફ્ટ બજેટ તૈયાર થાય છે અને છાપવામાં આવે છે ત્યારે તે સમગ્ર પ્રોસેસે નાણા મંત્રાલયના નોર્થ બ્લોક બિલ્ડિંગમાં થાય છે. હલવો એક મોટી કઢાઈમાં તૈયાર કરવામાં આવે છે, અને નાણામંત્રી પોતે તે અધિકારીઓ અને કર્મચારીઓને પીરસે છે. આ એક શુભ શરૂઆત માનવામાં આવે છે.

આઝાદી બાદથી ચાલી આવે છે આ પરંપરા

બજેટ પહેલાં હલવા સેરેમનીની આ પરંપરા ભારતમાં સ્વતંત્રતા સમયથી પ્રચલિત છે. દરેક સરકારે દાયકાઓથી તેનું પાલન કર્યું છે. સંજોગો ગમે તે હોય, બજેટ પહેલાં મીઠાઈ વહેંચવાની આ વિધિ ક્યારેય તૂટી નથી. આ જ કારણ છે કે જ્યારે આ પરંપરાનું એક વર્ષ પાલન ન થયું, તો તેણે ઇતિહાસમાં એક ખાસ સ્થાન બનાવ્યું.

જ્યારે તૂટી 52 વર્ષ જૂની પરંપરા

2022ના વર્ષે પહેલી વાર એવું બન્યું જ્યારે બજેટ પહેલાં હલવા સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું ન હતું. આ નિર્ણય કોઈ વહીવટી બેદરકારી કે પરંપરાથી વિચલનને કારણે નહીં, પરંતુ દેશભરમાં પ્રવર્તી રહેલા ગંભીર આરોગ્ય સંકટને કારણે લેવામાં આવ્યો હતો. તે સમયે, ભારત કોવિડ-19 રોગચાળાના ત્રીજા મોજી લહેરનો સામનો કરી રહ્યું હતું, અને ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો હતો.

કોરોના બન્યું કારણ

કોવિડ-19ની ત્રીજી લહેર દરમિયાન, સરકારે ભીડ ટાળવા અને ચેપ અટકાવવા માટે ઘણા કડક પગલાં લીધા હતા. તેને ધ્યાનમાં રાખીને, નાણા મંત્રાલયે હલવા સેરેમની રદ કરવાનો પણ નિર્ણય લીધો. તે સમયે નોર્થ બ્લોકમાં અધિકારીઓ અને કર્મચારીઓને ભેગા કરવા અસુરક્ષિત માનવામાં આવતું હતું. તેથી, 2022માં આ વિધિ કરવામાં આવી ન હતી. હલવા સેરેમની નહોતી યોજાઈ, જો કે પરંપરાની ભાવના સંપૂર્ણપણે છોડી દેવામાં આવી ન હતી. નાણા મંત્રાલયે બજેટમાં સામેલ અધિકારીઓ અને કર્મચારીઓના ઘરે અથવા ઓફિસોમાં મીઠાઈઓ મોકલી હતી. જેનો અર્થ એ થયો કે મીઠાશનું પ્રતીક તો રહ્યું, પણ તેનું સ્વરૂપ બદલાઈ ગયું. આ પગલું સલામતી અને પરંપરા વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ હતો.

કેમ ખાસ હોય છે હલવા સેરેમની?

હલવા સેરેમની ફક્ત મીઠાઈ વહેંચવાનો ઉત્સવ નથી. તે બજેટની ગોપનીય પ્રક્રિયાની શરૂઆત પણ દર્શાવે છે. આ સમારોહ પછી, બજેટમાં સામેલ અધિકારીઓ અને કર્મચારીઓ સંપૂર્ણપણે આઈસોલેટ થઈ જાય છે. તેઓ ના તો મોબાઇલ ફોનનો ઉપયોગ કરી શકે છે ના તો ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકે છે. આ પગલું બજેટ સંબંધિત કોઈ માહિતી લીક ન થાય તેની ખાતરી કરવા માટે લેવાય છે.

બજેટની ગોપનીયતાનું પ્રતિક

હલવા સેરેમનીથી લઈને બજેટ રજૂ થાય ત્યાં સુધી, સંબંધિત અધિકારીઓ નોર્થ બ્લોકમાં જ રહે છે. તબીબી સારવાર અને આવશ્યક સુવિધાઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે, પરંતુ બહારની દુનિયા સાથેનો સંપર્ક સંપૂર્ણપણે કપાઈ જાય છે. આ રીતે, હલવા સેરેમનીને બજેટની ગુપ્તતા અને ગંભીરતા બંનેનું પ્રતીક માનવામાં આવે છે.


  • Follow us on: