યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ એટલે UPIનો ઉપયોગ કરતા લાખો વપરાશકર્તાઓ માટે ટૂંક સમયમાં એક મોટો ફેરફાર થવાનો છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એટલે કે NPCIએ બેંકો અને UPI એપ્સ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. જેમાં 1 એપ્રિલ, 2025 થી અમલમાં આવશે. આ ફેરફાર હેઠળ, બેંકો અને UPI સેવા પ્રદાતાઓએ દર અઠવાડિયે UPI મોબાઇલ નંબરની માહિતી અપડેટ કરવી પડશે. જેથી ખોટા વ્યવહારો સંબંધિત સમસ્યાઓને અટકાવી શકાય. UPI ID સોંપતા પહેલા વપરાશકર્તાઓ પાસેથી પરવાનગી લેવી ફરજિયાત બનશે.


NPCIએ નવી માર્ગદર્શિકા કરી જાહેર

યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસનો ઉપયોગ કરતા લાખો વપરાશકર્તાઓ માટે ટૂંક સમયમાં એક મોટો ફેરફાર થવાનો છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ બેંકો અને UPI એપ્સ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. જે 1 એપ્રિલ 2025થી અમલમાં આવશે. NPCIની નવી માર્ગદર્શિકાનો હેતુ UPI વ્યવહારોને વધુ સુરક્ષિત બનાવવાનો છે. NPCIની નવી માર્ગદર્શિકાનો હેતુ UPI વ્યવહારોને વધુ સુરક્ષિત બનાવવાનો છે. વારંવાર મોબાઇલ નંબર બદલવાથી અથવા નવા ગ્રાહકોને ફરીથી સોંપવાથી ભૂલભરેલા UPI વ્યવહારોનું જોખમ વધ્યું છે. આને ધ્યાનમાં રાખીને, NPCIએ બેંકો અને UPI એપ્સને નિયમિતપણે મોબાઇલ નંબર અપડેટ કરવાની સૂચના આપી છે. આનાથી જૂના મોબાઇલ નંબરોને કારણે થતી ભૂલો અટકશે અને UPI સિસ્ટમ પહેલા કરતાં વધુ સુરક્ષિત અને વધુ વિશ્વસનીય બનશે.

બેંકો માટે કડક માર્ગદર્શિકા

આ અંગે, NPCIએ સ્પષ્ટ કર્યું છે કે આ નવા નિયમોનું પાલન કરવા માટે તમામ બેંકો અને UPI એપ્સે 31 માર્ચ, 2025 સુધી રાહ જોવી પડશે. આ પછી, 1 એપ્રિલ, 2025થી બધા સેવા પ્રદાતાઓએ મહિનામાં એકવાર NPCIને રિપોર્ટ મોકલવાનો રહેશે કે તેઓ UPI IDને યોગ્ય રીતે મેનેજ કરી રહ્યા છે કે નહીં. ભારતના ટેલિકોમ્યુનિકેશન વિભાગના નિયમો અનુસાર, જો કોઈ મોબાઇલ નંબર 90 દિવસ સુધી ઉપયોગમાં ન આવે, તો તે નવા ગ્રાહકને ફાળવી શકાય છે. આને મોબાઇલ રિસાયક્લિંગ કહેવામાં આવે છે. જ્યારે જૂનો નંબર નવા યુઝરને આપવામાં આવે છે. ત્યારે UPI એકાઉન્ટ્સ અને તેની સાથે જોડાયેલા વ્યવહારોમાં કેટલીક ભૂલ હોઈ શકે છે. 

  • Follow us on: