• દેશમાં જ્યારથી ડિજિટલ પેમેન્ટમાં લોકોની રુચિ વધી 
  • ટોપ એપ્સની યાદીમાં Google Payનો ઉપયોગ વધ્યો
  • UPI પેમેન્ટ એપ આવવાથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન બન્યું સરળ 

દેશમાં જ્યારથી ડિજિટલ પેમેન્ટમાં લોકોની રુચિ વધી છે, ત્યારથી તેનાથી સંબંધિત પ્લેટફોર્મની સંખ્યામાં પણ વધારો થયો છે. આવી સ્થિતિમાં, Google Pay હંમેશા ટોપ એપ્સની યાદીમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. Paytm અને Phone Payની જેમ, Google Payનો પણ ઘણો ઉપયોગ થાય છે. કોઈની સાથે રૂ. 1થી લાખ સુધીની લેવડદેવડ કરવી હોય તેવામાં યુઝર્સ આ પ્લેટફોર્મનો ખુબ જ ઉપયોગ કરે છે.

UPI પેમેન્ટ એપ આવવાથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શનની પ્રક્રિયા સરળ બની ગઈ છે, પરંતુ કેટલાક લોકો એપ દ્વારા કેટલાક વ્યવહારો કરે છે જેને તેઓ છુપાવવા માંગે છે. જો તમે એવા યૂઝર્સમાંના એક છો કે જેઓ તેમનો ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી ડિલીટ કરવા માગે છે, તો તમે Google Pay પરથી સરળતાથી હિસ્ટ્રી ડિલીટ કરી શકો છો.

G-Pay ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી કેવી રીતે કરવી ડિલીટ?

  • સૌથી પહેલા તમારા ફોનમાં Google Pay એપ ખોલો.
  • આ પછી, તમને ટોચ પર પ્રોફાઇલ ચિત્ર આઇકોન દેખાશે, તેના પર ક્લિક કરો.
  • અહીં સેટિંગ્સનો વિકલ્પ દેખાશે, તેના પર ક્લિક કરો.
  • અહીં તમને પ્રાઈવસી અને સિક્યોરિટીનો વિકલ્પ મળશે, તેના પર ટેપ કરો.
  • આ પછી ‘ડેટા એન્ડ પર્સનલાઇઝેશન’ વિકલ્પ પર ક્લિક કરો.
  • ગૂગલ એકાઉન્ટ લિંક પર ક્લિક કર્યા પછી, એક નવી વિંડો સ્ક્રીન ખુલશે.
  • અહીં તમને પેમેન્ટ ટ્રાન્ઝેક્શન્સ અને એક્ટિવિટીઝનો વિકલ્પ મળશે, તેના પર ક્લિક કરો.
  • જો તમે નીચે સ્ક્રોલ કરો છો, તો તમને 'ડિલીટ' વિકલ્પ દેખાશે, તેના પર ટેપ કરો.

Google Pay  ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રીની તારીખ

ઉપર દર્શાવેલ પ્રક્રિયાને અનુસર્યા પછી, તમે તે તારીખ અથવા કલાકોની સંખ્યાને પસંદ કરીને ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રીને કાઢી શકો છો. અહીં તમને ઓન ટાઈમ અથવા કસ્ટમ રેન્જનો વિકલ્પ મળશે, જે તમને તમારી અનુકૂળતા મુજબ ટ્રાન્ઝેક્શન એક્ટિવિટી ડિલીટ કરવાની મંજૂરી આપે છે. આને પસંદ કર્યા પછી, તમે સરળતાથી ટ્રાન્ઝેક્શન પ્રવૃત્તિને કાઢી શકો છો.

  • Follow us on: