- GDP વિકાસ દરને વધારીને 6.9 ટકા જાહેર કર્યો
- ચાલુ નાણાંકીય વર્ષમાં મોંઘવારી 7.1 ટકા રહેશે
- વિશ્વની પ્રતિકૂળ ઘટનાઓની ભારત પર અસર મળી છે જોવા
World Bankએ ચાલુ નાણાંકીય વર્ષ 2022-23ને માટે ભારતનો જીડીપી વિકાસ દરના અનુમાનને 6.5 ટકાથી વધારીને 6.9 ટકા કરી દીધો છે. વિશ્વબેંકે મંગળવારે જાહેર કરેલા ભારત સંબંધિત અપડેટમાં કહ્યું કે અમેરિકા, યૂરો ક્ષેત્ર અને ચીનના ઘટનાક્રમની અસર ભારત પર જોવા મળી છે.
કેટલી રહી શકે છે મોંઘવારી
વિશ્વ બેંકે ભરોસો કર્યો છે કે સરકાર ચાલુ વર્ષમાં 6.4 ટકાના રાજકોષીય નુકસાનના લક્ષ્યને હાસલ કરી લેશે. વિશ્વ બેંકનું અનુમાન છે કે ચાલુ નાણાંકીય વર્ષમાં મોંઘવારી 7.1 ટકા રહેશે. ભારત, દુનિયાના અન્ય દેશની જેમ કોમોડિટીની કિંમતોમાં વધારો અને કેન્દ્રીય બેંકો દ્વારા મોનેટરી પોલિસીને કડક કરવાથી પરેશાન છે. જો કે વિશ્વ બેંકનો ભરોસો છે કે અન્ય વિકસતી અર્થવ્યવસ્થાની તુલનામાં ગ્લોબલ રિસેશનનો ભારત પર ઓછો પ્રભાવ પડ્યો છે.
કેટલો રહ્યો જીડીપી
સપ્ટેમ્બર તિમાહીમાં ભારતનો જીડીપીમાં 6.3 ટકાનો વધારો થયો જે એક વર્ષ પહેલા સમાપન સમયમાં 8.4 ટકાના વધારો જોવા મળ્યો હતો. પહેલા ત્રિમાસિકમાં ભારતની અર્થવ્યવસ્થા 13.5 ટકાથી વધી હતી અને બીજી ત્રિમાસિકમાં આરબીઆઈના પૂર્વાનુમાનને અનુરૂપ હતી. કેન્દ્રીય બેંકે ચાલુ વર્ષમાં 7 ટકાના વધારાનું અનુમાન કર્યું છે.
ઓક્ટોબરમાં ઘટાડાયો હતો વર્લ્ડ બેંકે જીડીપીનું અનુમાન
આ પહેલા ઓક્ટોબરમાં વર્લ્ડ બેંકમાં ચાલુ નાણાંકીય વર્ષના વૃદ્ધિદરના અનુમાનને 7.5 ટકાથી એક ટકા ઘટાડીને 6.5 ટકા કરી દેવાયું હતું. હવે તેમને વૃદ્ધિદરના અનુમાનને ફરી વધારીને 6.9 ટકા કરી દીધું હતું. આ રીતે ભારતના જીડીપી અનુમાનને વારેઘડી સંશોધિત કરવાનું દેખાડાય છે કે વર્લ્ડ બેંક ભારત પર નજીકથી નજર રાખે છે.
7 ડિસેમ્બરે આરબીઆઈ ફરી આપશે અનુમાન
આરબીઆઈની હાલના સમયમાં 3 દિવસની એમપીસી મીટિંગ ચાલી રહી છે. 7 ડિસેમ્બરે આરબીઆઈ પોતાના મોનિટરી પોલીસીની જાહેરાત કરશે. આ વખતે વ્યાજ દરમાં 35 બેસિસ પોઈન્ટનો વધારો થાય એવું અનુમાન રાખવામાં આવી રહ્યું છે. તો બીજી અને આરબીઆઈ મોંઘવારી અને જીડીપીના અનુમાનિત આંકડાની પણ જાહેરાત કરશે.