• ઓનલાઈન ફૂડ ઓર્ડર કરનારાને મળશે ખાસ સુવિધા
  • Zomato Everyday નામથી શરૂ થઈ સર્વિસ
  • હાલમાં ગુરુગ્રામમાં કેટલાક વિસ્તારોમાં મળશે સુવિધા

જો તમે ઘરથી દૂર રહો છો અને ઘર જેવું ખાવાનું ખાવા માટે તરસી રહ્યા છો તો આ ન્યૂઝ તમારા માટે છે. ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવાની સુવિધા આપતી કંપની ઝોમેટોએ ઘર જેવું ભોજન આપવા માટે Zomato Everyday નામથી સેવા શરૂ કરી છે. આ સર્વસની શરૂઆતની કિંમત 89 રૂપિયા છે. આ સર્વિસ હાલમાં ગુરુગ્રામમાં મળી રહી છે. આ સર્વિસના આધારે તેના પાર્ટનર ઘરમાં ભોજન બનાવતા હોમ શેફની સાથે સંપર્ક સ્થાપિત કરી શકશે. કંપનીના સીઈઓ અને ફાઉન્ડર દીપિંદર ગોયલે એક બ્લોગ પોસ્ટમાં આ જાણકારી આપી છે.

દીપિંદર ગોયલે શું કહ્યું

ગોયલે બુધવારે એક પોસ્ટ કરી. તેમાં કહ્યું કે ઝોમેટો એવરીડે તમને તમારા ઘરની યાદ અપાવશે. તે તમને એવું ભોજન આપશે જેનાથી તમને ઘર જેવું ફીલ થાય. આ ભોજન હોમ-શેફની સાથે મળીને બનાવશે. જેના કારણે તમને ઘર જેવો સ્વાદ અને યોગ્ય ભાવમાં થોડા સમયમાં મળી જશે. અહીં તમામ ફૂડને પ્રેમ અને દેખરેખ સાથે બનાવાશે.

 

હાલમાં ગુરુગ્રામના કેટલાક સ્થળોએ જ મળશે સુવિધા

ગોયલે કહ્યું છે કે ઝોમેટો એવરીડે હાલમાં ફક્ત ગુરુગ્રામના કેટલાક વિસ્તારોમાં જ આ સુવિધા મળશે. અહીં ફ્રેશ મીલ ફક્ત 89 રૂપિયામાં મેળવી શકાશે.  

  • Follow us on: