- ઓનલાઈનનો ઓર્ડર લઈ જતા ડિલીવરી મેનને ગરમી સહન કરવી પડતા કંપની આગળ આવી
- ગ્રાહકોને જરૂર ન હોય તો બપોરે ઓર્ડર ન આપવા કંપનીએ કરી વિનંતી
- સોશિયલ મીડિયા પર ખુદ કંપનીએ ગ્રાહકોને જાણકારી આપી
આખા દેશમાં ભૂખ્યા લોકોને આંગળાના ટેરવા પર ઓનલાઈન ભોજન ડિલીવરી કરતી પ્લેટફોર્મ એટલે ઝોમેટોએ ગ્રાહકોને કાળઝાળ ગરમી પડતી હોવાતી તેને વિનંતી કરવી પડી છે. ઝોમેટોએ ગ્રાહકોને જણાવ્યું કે બપોરે જમવાનો ઓર્ડર ન કરો. કંપનીએ એવી પણ વિનંતી કરી કે દેશમાં પડતી ભીષણ ગરમી અને હિટવેવના પ્રકોપને લીધે ડિલીવરી પાર્ટનરના આરોગ્યની રક્ષા માટે ઝોમેટેઓ શનિવારે જણાવ્યું કે જો જરૂર ન હોય તો બપોરે જમવાનો ઓર્ડર ન કરો. દેશમાં અત્યારે ભયંકર ગરમી પડી રહી છે. ઘણાં લોકોની ગરમીને લીધે મોતને પણ ભેટયા છે. ઘણી હોસ્પિટલમાં લોકો લૂની સારવાર પણ લઈ રહ્યા છે. દેશની રાજધાની દિલ્હીમાં તો તાપમાન 50 ડિગ્રીનો આંકડો સુધી પાર કરી ગયું છે.
જમવાનું લઈ જતા ડિલિવરી મેનને ભીષણ ગરમી વેઠવી પડે છે
Zomatoએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે કૃપા કરીને બપોરે ઓર્ડર ન કરો. જ્યારે બપોરે ઓર્ડર આવે છે, ત્યારે ડિલિવરી મેનને ઓર્ડર પહોંચાડવા માટે તીવ્ર ગરમીનો સામનો કરવો પડે છે. આ વર્ષે ગરમીએ ઘણા રાજ્યોમાં રેકોર્ડ તોડી નાખ્યા છે. જેના કારણે લોકો હીટસ્ટ્રોકનો સામનો કરી રહ્યા છે. બિહાર, રાજસ્થાન, યુપી, ઝારખંડ અને દિલ્હીમાં હીટસ્ટ્રોકના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે.
પીએમ મોદીએ હીટવેવ અને ચોમાસાની તૈયારીઓ પર બેઠક કરી
આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હીટવેવની ગંભીર સ્થિતિ અને આગામી ચોમાસાની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક પણ યોજી હતી. પીએમને માહિતી આપવામાં આવી હતી કે હવામાન વિભાગે ચેતવણી આપી છે કે રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશના ઘણા વિસ્તારોમાં ગરમીનું મોજું ચાલુ રહેશે. પીએમ મોદીએ ગરમીના કારણે અનિચ્છનીય ઘટનાઓ ન બને તે માટે પૂરતી તૈયારીઓ કરવા આદેશ આપ્યો હતો.
દીપેન્દ્ર ગોયલે હવામાન માહિતી સેવા શરૂ કરી હતી.
તાજેતરમાં જ ઝોમેટોના માલિકે દીપેન્દ્ર ગોયલે હવામાનની માહિતી આપતી સેવા શરૂ કરી હતી. તેમણે કહ્યું હતું કે આ સાથે અમે સ્થાનિક હવામાન વિશે માહિતી મેળવતા રહીશું. તેમણે આ સેવાને ઝોમેટો માટે ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવી હતી. દીપેન્દ્ર ગોયલે કહ્યું હતું કે અમારા ડિલિવરી પાર્ટનર્સે દરેક સિઝનમાં કામ કરવું પડે છે. આ સેવા તેમના માટે ખૂબ જ અનુકૂળ રહેશે. આની મદદથી તેઓ તાપમાન, ભેજ, પવનની ગતિ અને વરસાદની માહિતી મેળવતા રહેશે. આ સેવાને વેધર યુનિયન નામ આપવામાં આવ્યું છે. હાલમાં આ સેવા 45 શહેરોમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે.