ઓસ્ટ્રેલિયાએ ચટ્ટોગ્રામમાં રમાયેલી બીજી T20I મેચમાં બાંગ્લાદેશને હરાવીને T20I સીરિઝ જીતી લીધી.ઓસ્ટ્રેલિયાએ પહેલા બેટિંગ કરતા 196 રન બનાવ્યા.જવાબમાં બાંગ્લાદેશ 20 ઓવરમાં ફક્ત 189 રન બનાવી શક્યું અને 7 રનથી હારી ગયું.આ હાર સાથે બાંગ્લાદેશ T20I સીરિઝ ગુમાવી હતી.પરંતુ કાંગારૂઓએ T20I સીરિઝ જીતી લીધી.
ઓસ્ટ્રેલિયાને જીતવામાં કોણે મદદ કરી?
ઓસ્ટ્રેલિયાનો વિજય મુખ્યત્વે મેથ્યુ રેનશો અને ટિમ ડેવિડની ઉત્તમ ઇનિંગ્સને કારણે થયો. ઓસ્ટ્રેલિયાના ટોચના ત્રણ ખેલાડીઓ પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યા. જોશ ઇંગ્લિસ 11, મિશેલ માર્શ 20 અને કૂપર કોનેલી 1 રન બનાવીને આઉટ થયા. જોકે, ચોથા નંબર પર બેટિંગ કરતા, મેથ્યુ રેનશોએ વિસ્ફોટક બેટિંગ કરી, 52 બોલમાં 89 રન બનાવ્યા. ટિમ ડેવિડે તેની સાથે 26 બોલમાં 45 રન ઉમેર્યા. બંનેએ મળીને કુલ નવ છગ્ગા ફટકાર્યા, જે પાછળથી બાંગ્લાદેશ માટે મોટો ફટકો સાબિત થયો.
બાંગ્લાદેશ હારી ગયું
197 રનના લક્ષ્યાંકનો પીછો કરતા બાંગ્લાદેશી ટીમે સારી શરૂઆત કરી. સૈફ હસને 33 બોલમાં 42 રન બનાવ્યા. સૌમ્ય સરકાર ફક્ત 15 રન બનાવી શક્યો,પરંતુ વિકેટકીપર પરવેઝ હુસૈન અમોને 36 અને કેપ્ટન તૌહીદ હૃદયોયે 35 રન બનાવ્યા. જોકે, ઓસ્ટ્રેલિયા આખરે જીતી ગયું. ઓસ્ટ્રેલિયા તરફથી સ્પિનર્સ જોએલ ડેવિસ અને મેથ્યુ રેનશોએ શાનદાર પ્રદર્શન કર્યું. બંનેનો ઇકોનોમી રેટ સારો હતો અને દરેકે એક વિકેટ લીધી. નાથન એલને માત્ર 27 રનમાં એક વિકેટ લીધી. એરોન હાર્ડીએ બે વિકેટ લીધી.
બાંગ્લાદેશ અંતિમ મેચ ક્યારે રમાશે?
બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટી20 મેચ ચટ્ટોગ્રામના બીર શ્રેષ્ઠો ફ્લાઇટ લેફ્ટનન્ટ મતીઉર રહેમાન સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ 21 જૂને બપોરે 1.30 વાગ્યે શરૂ થશે. આ મેચ હવે માત્ર ઔપચારિકતા બની ગઈ છે કારણ કે બાંગ્લાદેશ ટી20 સીરિઝ હારી ગયું છે.
બાંગ્લાદેશે ODI સીરિઝ જીતી
બાંગ્લાદેશે અગાઉ ODI સીરિઝ જીતી હતી. ઢાકાના શેર-એ-બાંગ્લા સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં, બાંગ્લાદેશે પ્રથમ બે ODI જીતી હતી. તેઓએ પહેલી મેચ 86 રનથી અને બીજી ODI પાંચ વિકેટથી જીતીને શ્રેણી પોતાના નામે કરી હતી. ઓસ્ટ્રેલિયાએ અંતિમ ODI એક વિકેટથી જીતી હતી.
આ પણ વાંચો - WPLમાં મળી માત્ર 6 મેચ, હવે સીધી ટી20 વર્લ્ડકપમાં એન્ટ્રી, જાણો કોણ છે પ્રેમા રાવત