ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ઓફ-સ્પિનિંગ ઓલરાઉન્ડર શ્રેયંકા પાટિલને પગની ઘૂંટીમાં ગંભીર ઇજાને કારણે ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026માંથી બહાર કરવામાં આવી છે.નેધરલેન્ડ્સ સામેની મેચ દરમિયાન શ્રેયંકા પાટિલને ઇજા થઈ હતી,જેના કારણે BCCIએ તેના રિપ્લેસમેન્ટની જાહેરાત કરવાની ફરજ પડી હતી.શ્રેયંકા પાટિલની જગ્યાએ ટીમમાં પ્રેમા રાવતને સ્થાન મળ્યું છે જેણે હજુ સુધી એક પણ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી.
ICC એ પ્રેમા રાવત અંગે નિવેદન જારી કર્યું
ICC એ શ્રેયંકા પાટિલના સ્થાને રિપ્લેસમેન્ટ પર નિવેદન જારી કર્યું છે. તેઓએ જણાવ્યું હતું કે મહિલા T20 વર્લ્ડ કપ 2026 સમિતિએ શ્રેયંકા પાટિલના સ્થાને પ્રેમા રાવતનો ભારતીય ટીમમાં સમાવેશ કરવાની મંજૂરી આપી છે. બુધવારે નેધરલેન્ડ્સ સામેની મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે શ્રેયંકાને જમણા પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી, જેના કારણે તે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. પ્રેમા રાવતને તેના સ્થાને લાવવામાં આવ્યા છે.
પ્રેમા રાવતને ડેબ્યૂ કરવાની તક મળી નથી
24 વર્ષીય પ્રેમા રાવતે હજુ સુધી ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો નથી, પરંતુ તેણે ઘરેલુ મેચોમાં તેના ઉત્તમ પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા છે. વધુમાં, તેણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) માટે મહિલા પ્રીમિયર લીગ (WPL) માં અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું. આ ઉત્તમ પ્રદર્શનને કારણે મહિલા એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ ટુર્નામેન્ટ માટે તેની પસંદગી થઈ, જ્યાં તેણીએ અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું. આ ટુર્નામેન્ટમાં ભારત A ટીમ માટે રમતી, પ્રેમાએ પ્રભાવશાળી ઇકોનોમી રેટથી 8 વિકેટ લીધી.
પ્રેમા રાવતે અત્યાર સુધી પ્રદર્શન કેવું રહ્યું ?
WPLમાં પ્રેમા રાવતના પ્રદર્શનની વાત કરીએ તો, તે અત્યાર સુધી RCB માટે છ મેચ રમી છે. તેણે 2024-25 સીઝનમાં ત્રણ અને 2025-26 સીઝનમાં ત્રણ મેચ રમી હતી. કુલ મળીને, તે છ મેચમાં ફક્ત ત્રણ વિકેટ લેવામાં સફળ રહી છે. WPLમાં તેની બોલિંગ એવરેજ 20.33 હતી અને તેનો ઇકોનોમી રેટ 10.16 હતો. T20 વર્લ્ડ કપ માટે તેને પ્લેઇંગ ઇલેવનમાં તક મળે છે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે.
આ પણ વાંચો - T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ શ્રેયંકા પાટિલ, ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી લઈ શકે છે સ્થાન