ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી ટેસ્ટ સિરીઝની બીજી મેચ 17 જૂનથી ઓવલ મેદાન પર શરૂ થશે. આ મહત્વપૂર્ણ મેચ માટે ઈંગ્લેન્ડે પોતાની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી છે.
ઈંગ્લેન્ડની ટીમમાં ચાર ફેરફારો કરવામાં આવ્યા છે, જેમાં બે ખેલાડીઓને ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક મળી છે. વિકેટકીપર બેટ્સમેન જોર્ડન કોક્સ અને ઝડપી બોલર સોની બેકર પ્રથમ વખત ઈંગ્લેન્ડ માટે ટેસ્ટ ક્રિકેટ રમતા જોવા મળશે.
જો રૂટ ટીમની કમાન સંભાળશે
લોર્ડ્સ ટેસ્ટ બાદ બનેલી નાઈટક્લબ ઘટનાની તપાસને કારણે નિયમિત કેપ્ટન બેન સ્ટોક્સ અને ફાસ્ટ બોલર ગુસ એટકિન્સન આ મેચમાં ઉપલબ્ધ નહીં હોય. બેન સ્ટોક્સની ગેરહાજરીમાં અનુભવી બેટ્સમેન જો રૂટ ટીમની કમાન સંભાળશે. આ સિવાય ઈજાગ્રસ્ત ઓલી રોબિન્સન પણ ટીમની બહાર છે.
જોફ્રા આર્ચરની ટીમમાં વાપસી
ઈંગ્લેન્ડ માટે સારા સમાચાર એ છે કે સ્ટાર ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરની ટીમમાં વાપસી થઈ છે. તેમની હાજરીથી બોલિંગ આક્રમણ વધુ મજબૂત બનશે. સ્પિનર શોએબ બશીરને પણ આ મેચ માટે બહાર રાખવામાં આવ્યો છે, જેના કારણે ઈંગ્લેન્ડ ચાર ઝડપી બોલરો સાથે મેદાનમાં ઉતરશે.
સરેના ઝડપી બોલર મેથ્યુ ફિશરને પણ તક મળી છે. તે પોતાના કરિયરની બીજી ટેસ્ટ મેચ રમશે. ફિશરે 2022માં વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને હવે પોતાના હોમ ગ્રાઉન્ડ પર શાનદાર પ્રદર્શન કરવાની આશા રાખશે. કાઉન્ટી ચેમ્પિયનશિપમાં તેમના તાજેતરના પ્રદર્શનને કારણે તેમને ટીમમાં સ્થાન મળ્યું છે.
જોર્ડન કોક્સને બેન સ્ટોક્સના સ્થાને મળી જગ્યા
બેન સ્ટોક્સના સ્થાને નંબર-7 પર જોર્ડન કોક્સને તક આપવામાં આવી છે. કોક્સ હાલમાં શાનદાર ફોર્મમાં છે. તાજેતરમાં કાઉન્ટી ચેમ્પિયનશિપમાં એસેક્સ તરફથી રમતા તેને લેસ્ટરશાયર સામે માત્ર 201 બોલમાં 204 રનની તોફાની ઈનિંગ રમી હતી. તે અગાઉ ઈંગ્લેન્ડ માટે વનડે અને T20 ક્રિકેટમાં પણ પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે.
ન્યુઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન
જો રૂટ (કેપ્ટન), જોફ્રા આર્ચર, સોની બેકર, જેકબ બેથેલ, હેરી બ્રૂક, જોર્ડન કોક્સ, બેન ડકેટ, મેથ્યુ ફિશર, એમિલિયો ગે, જેમી સ્મિથ (વિકેટકીપર) અને જોશ ટંગ.
આ પણ વાંચો: Abhishek Sharma માહિરા શર્માને કરી રહ્યો છે ડેટ? ઈન્સ્ટાગ્રામની 'સીક્રેટ' પોસ્ટમાં થયો ખુલાસો!