ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચની પહેલી ઇનિંગમાં, અફઘાનિસ્તાનના સ્ટાર બેટ્સમેન રહેમત શાહે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી. ભારતીય બોલરો સામે સંયમથી બેટિંગ કરતા, રહેમત શાહે 30 રનનો આંકડો પાર કરતાની સાથે જ અફઘાનિસ્તાન ક્રિકેટના ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવી લીધું. તેમણે એક એવી સિદ્ધિ હાંસલ કરી જે અગાઉ કોઈ અફઘાન ખેલાડીએ હાંસલ કરી ન હતી.
રહેમત શાહની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી
રહમત શાહે આ મેચની પહેલી ઇનિંગમાં શાનદાર બેટિંગ દર્શાવી. 30 રનનો આંકડો પાર કરતાની સાથે જ તેમણે ટેસ્ટ ક્રિકેટમાં 1,000 રન પૂરા કર્યા. આ સિદ્ધિ ઐતિહાસિક છે કારણ કે રહેમત શાહ અફઘાનિસ્તાનના ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં 1,000 રનનો આંકડો પાર કરનાર પ્રથમ ખેલાડી બન્યો છે. અફઘાનિસ્તાનને ટેસ્ટનો દરજ્જો મળ્યાને ઘણો સમય થયો નથી, તેથી આ ફોર્મેટમાં 1,000 રનનો આંકડો પાર કરવો એ કોઈપણ બેટ્સમેન માટે મહત્વપૂર્ણ સિદ્ધિ છે.













