બીસીસીઆઈએ આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામેની T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની 16 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. આઈપીએલ 2026 પૂર્ણ થયા પછી ટીમ ઈન્ડિયાનું ટાર્ગેટ હવે T20 વર્લ્ડકપ 2028 છે.
બીસીસીઆઈએ તેની ટીમમાં કેટલાક મોટા ફેરફારો કર્યા છે અને નવા ખેલાડીઓને તકો આપી છે. મેનેજમેન્ટે 15 વર્ષના વૈભવ સૂર્યવંશી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ભારતે છેલ્લે વર્લ્ડકપમાં T20 મેચ રમી હતી. તેની તુલનામાં ટીમ ઈન્ડિયાની ટીમમાં કુલ 5 ફેરફારો છે. તમને જણાવી દઈએ કે કયા ખેલાડીઓને ડ્રોપ કરવામાં આવ્યા છે.
સૂર્યકુમાર યાદવ
ટીમ ઈન્ડિયાને T20 વર્લ્ડકપ 2026 ના ખિતાબ અપાવનાર સૂર્યકુમાર યાદવને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. સૂર્યાનું ખરાબ ફોર્મ ભારતીય ટીમ માટે તણાવનું કારણ બની રહ્યું હતું. હવે સિલેક્ટરે સૂર્યાને બદલે શ્રેયસ ઐયરને કેપ્ટનશીપ સોંપી છે.
જસપ્રીત બુમરાહ
જસપ્રીત બુમરાહ ટીમ ઈન્ડિયાનો સૌથી મહત્વપૂર્ણ બોલર છે, અને તેથી તેના વર્કલોડનું સંચાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આને ધ્યાનમાં રાખીને BCCIએ તેને T20 ટીમમાં સામેલ કર્યો નથી. બુમરાહનું ધ્યાન 2027 વર્લ્ડકપ પર નજર રાખીને ODI ફોર્મેટ પર રહેશે.
હાર્દિક પંડ્યા
જસપ્રીત બુમરાહની જેમ હાર્દિક પંડ્યા પણ વારંવાર ઈજાઓથી પીડાય છે. ટીમ ઈન્ડિયાનું ટાર્ગેટ હાર્દિકને 2027ના ODI વર્લ્ડ કપ માટે તૈયાર કરવાનું છે. આ જ કારણ છે કે તેને હાલમાં T20 ક્રિકેટમાંથી આરામ આપવામાં આવી રહ્યો છે. તેને આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ પ્રવાસમાં સામેલ કરવામાં આવ્યો ન હતો.
કુલદીપ યાદવ
સિલેક્ટર્સે કુલદીપ યાદવને ટીમ ઈન્ડિયામાંથી બહાર કરી દીધો છે. તેમના સ્થાને રવિ બિશ્નોઈનો સમાવેશ કરવામાં આવ્યો છે. કુલદીપ યાદવનું ફોર્મ આઈપીએલ 2026માં ખરાબ હતું, અને આ જ કારણ છે કે તેમને ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો છે.
રિંકુ સિંહ
2026ના T20 વર્લ્ડકપમાં રિંકુ સિંહનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું અને તે IPL 2026માં ઘણા રન બનાવવામાં નિષ્ફળ ગયો હતો. પરિણામે રિંકુને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. હવે આ યુવા KKR ખેલાડી ફોર્મ પરત મેળવવા અને ભારતીય ટીમમાં પાછા ફરવાનું ટાર્ગેટ રાખશે.
આ પણ વાંચો: Vaibhav Sooryavanshi પર થયો પૈસાનો વરસાદ, ઓરેન્જ કેપ સહિત આ એવોર્ડ જીત્યા