IPL 2026 એ બધા વ્યુઅરશિપના રેકોર્ડ તોડી નાખ્યા. 19મી સીઝન અત્યાર સુધીની સૌથી વધુ જોવાયેલી સીઝન બની. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચેની ફાઈનલ મેચ પણ ઐતિહાસિક બની ગઈ. ટાઈટલ મેચે બધા વ્યુઅરશિપના રેકોર્ડ પણ તોડી નાખ્યા.
મીડિયા રિપોર્ટમાં જિયો હોટસ્ટારને ટાંકીને કહેવામાં આવ્યું છે કે આ IPL સીઝનમાં અત્યાર સુધીની સૌથી વધુ વ્યૂઅરશિપ પ્રાપ્ત થઈ છે. ટીવી અને ડિજિટલ સહિત કુલ વ્યૂઝ 1.2 બિલિયન સુધી પહોંચ્યા છે. બ્રોડકાસ્ટરે 7% નો વધારો નોંધાવ્યો છે, જેમાં જોવાનો સમય 870 બિલિયન મિનિટ સુધી પહોંચ્યો છે.
RCB અને GTએ ફાઈનલમાં પણ રેકોર્ડ તોડ્યા
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચેની ફાઈનલ ટુર્નામેન્ટના ઈતિહાસમાં સૌથી વધુ જોવાયેલી મેચ બની. આ ટાઈટલ ટક્કર 400 મિલિયન સ્ક્રીન પર જોવામાં આવી હતી.
રેકોર્ડબ્રેક દર્શકોની સંખ્યા વિશે વાત કરતા JioStar Sportsના CEO ઈશાન ચેટર્જીએ જણાવ્યું હતું કે "IPL 2026 એ સીઝન હતી જ્યાં અમે ખરેખર સંકલિત સ્પોર્ટ્સ પ્લેટફોર્મ કેવું હોવું જોઈએ તે તરફ અમારી સફર શરૂ કરી હતી. અમારું વિઝન દરેક સ્ક્રીન, દરેક ક્રિયાપ્રતિક્રિયા અને દરેક ક્ષણને અર્થપૂર્ણ બનાવવાનું હતું, જેથી ફેન્સ અમારા પ્લેટફોર્મ પર ફક્ત રમતો જ ન જુએ, પરંતુ તેની સાથે સંપૂર્ણપણે સંદર્ભ-આધારિત અને વ્યક્તિગત રીતે જોડાય."
તેમને વધુમાં ઉમેર્યું કે "સીઝનના અંતિમ આંકડા વિવિધ પ્લેટફોર્મ પર અમારા દ્વારા કરવામાં આવેલા પ્રયાસોનો પુરાવો છે, જેમાં CTVનો સમુદાય અનુભવ અને પ્રાદેશિક ભાષાની રજૂઆત અભૂતપૂર્વ વૃદ્ધિ માટે મહત્ત્વપૂર્ણ કારણ સાબિત થઈ છે."
બેંગલુરુએ સતત બીજું ટાઈટલ જીત્યું
આ સિઝનમાં બેંગલુરુએ સતત બીજું ટાઈટલ જીત્યું. આરસીબીએ ફાઈનલમાં ગુજરાત સામે 5 વિકેટથી જીત મેળવીને પોતાનું બીજું ટાઈટલ જીત્યું. પાછલી સિઝનમાં 2025માં બેંગલુરુએ પંજાબને હરાવીને પોતાનું બીજું ટાઈટલ જીત્યું હતું. રજત પાટીદારની કેપ્ટનશીપમાં બેંગલુરુએ પોતાના બંને શરૂઆતના ટાઈટલ જીત્યા હતા.
આ પણ વાંચો: Abhishek Sharma માહિરા શર્માને કરી રહ્યો છે ડેટ? ઈન્સ્ટાગ્રામની 'સીક્રેટ' પોસ્ટમાં થયો ખુલાસો!