જેસન હોલ્ડર હાલમાં શાનદાર બોલિંગ કરી હતી.બોલિંગ માટે જાણીતો હોવા છતાં,તેણે શ્રીલંકા સામેની T20 મેચમાં પોતાની બેટિંગથી ટીમને વિજય અપાવ્યો. તેણે ફક્ત પાંચ બોલ રમ્યા અને 420 ના સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા. વેસ્ટ ઇન્ડિઝે 20 ઓવરની મેચ બે બોલ બાકી રહેતા જીતી લીધી.


જેસન હોલ્ડરે 19મી ઓવરમાં ત્રણ સિક્સર ફટકારી

બે ઓવર (12 બોલ) બાકી રહેતા, વેસ્ટ ઇન્ડિઝને જીતવા માટે 29 રનની જરૂર હતી અને હાથમાં પાંચ વિકેટ હતી. દુષ્મંથ ચમીરાએ ઇનિંગની 19મી ઓવર ફેંકી. જેસન હોલ્ડરે ઓવરના ત્રીજા, પાંચમા અને છઠ્ઠા બોલ પર ત્રણ સિક્સર ફટકારી, જેનાથી તેમનો વિજય લગભગ નિશ્ચિત થઈ ગયો. બાકીના રન અંતિમ ઓવરમાં થયા, અને વેસ્ટ ઇન્ડિઝે મેચ અને સીરિઝ જીતી લીધી.

420ના સ્ટ્રાઇક રેટ સાથે 21 રન બનાવ્યા 

જેસન હોલ્ડર સાતમા નંબરે બેટિંગ કરવા આવ્યો. તેણે 5 બોલમાં 21 રનની ઇનિંગ રમી, જેમાં ત્રણ સિક્સરનો સમાવેશ થાય છે. તેણે એક પણ ચોગ્ગો ફટકાર્યો ન હતો અને 420 ના સ્ટ્રાઇક રેટથી ટીમને વિજય અપાવ્યો હતો. આ પહેલા જેસને પણ એક વિકેટ લીધી હતી. જોકે, શમર જોસેફે 5 વિકેટ લીધી હતી, જેના કારણે તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. તેણે ચાર ઓવરમાં 33 રન આપીને શ્રીલંકાની અડધી ટીમને આઉટ કરી દીધી હતી.

યજમાન વેસ્ટ ઇન્ડીઝે સીરિઝ જીતી 

શ્રીલંકાની ટીમ હાલમાં વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે છે. વનડે પછી, ટી20 સીરિઝ પણ પૂર્ણ થઈ ગઈ છે, જે યજમાન વેસ્ટ ઇન્ડીઝે જીતી છે. વનડેની વાત કરીએ તો, શ્રીલંકાએ પહેલી મેચ જીતી હતી, પરંતુ ત્યારબાદની બે મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી, જેમાં એક પણ બોલ રમાયો ન હતો. આમ, ફક્ત એક મેચ જીતીને શ્રીલંકાએ વનડે સીરિઝ જીતી લીધી.

આ પણ વાંચો - Shreyanka Patilએ પકડ્યો અદભૂત કેચ, જુઓ Video




  • Follow us on: