ભારતીય T20 ટીમના કેપ્ટનશિપમાં ફેરફાર વચ્ચે ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માએ સૂર્યકુમાર યાદવ અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. રોહિતે સ્પષ્ટપણે કહ્યું કે સૂર્યકુમાર યાદવે તેના કરિયરમાં ક્યારેય હાર માની નથી, અને તે જુસ્સો જ તેને અહીં સુધી પહોંચાડ્યો છે. રોહિતે ટીમ ઈન્ડિયાના નવા T20I કેપ્ટન તરીકે નિયુક્ત થવા બદલ શ્રેયસ ઐયરની પણ પ્રશંસા કરી.


સૂર્યાએ ક્યારેય હાર માની નથી

રોહિત શર્માએ સૂર્યકુમાર યાદવના સંઘર્ષને યાદ કરતા કહ્યું કે ભારતીય ટીમમાં તેમની સફર સરળ ન હતી. તેને કહ્યું કે સૂર્યાએ 30-31 વર્ષની ઉંમરે ભારત માટે ડેબ્યૂ કર્યું હતું, જે દર્શાવે છે કે તેને ક્યારેય હાર માની નથી. રોહિતે કહ્યું કે સૂર્યા માટે કંઈ પણ સરળ ન હતું. તેને 30 કે 31 વર્ષની ઉંમરે ભારત માટે ડેબ્યૂ કર્યું. આનો અર્થ એ થયો કે તેને ક્યારેય હાર માની નથી. તે હંમેશા લડાઈમાં રહેવા માગતો હતો, અને જ્યારે તક આવી ત્યારે તેને તે તકને બંને હાથે ઝડપી લીધી.

શ્રેયસ ઐયરના અનુભવથી ટીમને ફાયદો થશે

રોહિતે સૂર્યકુમારની કેપ્ટનશીપની પણ પ્રશંસા કરી. તેમની કેપ્ટનશીપ હેઠળ ભારતે આ વર્ષે રેકોર્ડ ત્રીજી વખત T20 વર્લ્ડકપ જીત્યો. પરંતુ આ પછી ભારતીય ટીમે T20 ફોર્મેટમાં નવી શરૂઆત કરી અને શ્રેયસ ઐયરને કેપ્ટનશીપ સોંપી. સૂર્યકુમારને માત્ર કેપ્ટનશીપથી જ નહીં પરંતુ ટીમમાંથી પણ દૂર કરવામાં આવ્યા.

શ્રેયસ ઐયર વિશે રોહિત શર્માએ કહ્યું કે IPLમાં તેનો કેપ્ટનશીપનો અનુભવ ભારતીય ટીમ માટે ખૂબ ઉપયોગી થશે. શ્રેયસે 2024માં કોલકાતા નાઈટ રાઈડર્સને IPL ચેમ્પિયન બનાવ્યું, જ્યારે 2025માં તેને પંજાબ કિંગ્સને ફાઈનલમાં પહોંચાડ્યું.

મુંબઈ માટે રમવું તમને ઘણું શીખવે છે: રોહિત શર્મા

મુંબઈ ક્રિકેટની સંસ્કૃતિ વિશે બોલતા રોહિતે કહ્યું કે અહીં કોઈપણ ખેલાડીને કંઈ સરળતાથી મળતું નથી. કેપ્ટનશીપ પણ આદર અને સખત મહેનત દ્વારા કમાવવી પડે છે. તેને કહ્યું કે મુંબઈ માટે રમવું તમને ઘણું શીખવે છે. અહીં કંઈ પણ સરળ નથી. કેપ્ટનશીપ પણ એવી વસ્તુ છે જે તમારે કમાવવાની હોય છે. તમારે લોકોનો આદર કમાવવાનો હોય છે.

આ પણ વાંચો: Vaibhav Sooryavanshi પર થયો પૈસાનો વરસાદ, ઓરેન્જ કેપ સહિત આ એવોર્ડ જીત્યા


  • Follow us on: