ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન રુતુરાજ ગાયકવાડ હાલમાં શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. રુતુરાજ હાલમાં ઇન્ડિયા 'A' ટીમ સાથે શ્રીલંકાના પ્રવાસ પર છે, જ્યાં તે યજમાન શ્રીલંકા અને અફઘાનિસ્તાન સામે રમાઈ રહેલી ત્રિ-રાષ્ટ્રીય (Tri-Series) શ્રેણીમાં ભાગ લઈ રહ્યો છે. આ શ્રેણીની શરૂઆતથી જ તેના બેટમાંથી રનનો વરસાદ થઈ રહ્યો છે. શ્રીલંકા સામેની પ્રથમ મેચમાં ધમાકેદાર સદી ફટકાર્યા બાદ, આજે અફઘાનિસ્તાન સામે પણ તેણે ૬૬ રનની શાનદાર અર્ધસદી ફટકારી હતી.


રુતુરાજ ગાયકવાડે તોડયો વિરાટ કોહલીનો રેકોર્ડ

આ શાનદાર ઇનિંગની મદદથી રુતુરાજે ક્રિકેટ જગતના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલીનો એક મોટો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો છે. આ રેકોર્ડ લિસ્ટ A ક્રિકેટમાં ઓછામાં ઓછા ૫૦૦૦ રન બનાવનારા બેટ્સમેનોમાં સૌથી સર્વશ્રેષ્ઠ બેટિંગ સરેરાશનો છે. અફઘાનિસ્તાન સામે ફટકારેલા ૬૬ રનની ઇનિંગ સાથે જ રુતુરાજ ગાયકવાડના લિસ્ટ A ક્રિકેટમાં કુલ રન હવે ૫,૨૨૭ થઈ ગયા છે. ખાસ વાત એ છે કે, તેણે આ રન ૫૯.૩૯ ની અતુલ્ય સરેરાશ સાથે બનાવ્યા છે, જે વિશ્વ ક્રિકેટમાં અત્યાર સુધીની સૌથી વધુ સરેરાશ છે. આ ઇનિંગ બાદ કિંગ કોહલી આ યાદીમાં બીજા સ્થાને સરકી ગયો છે. વિરાટ કોહલીએ લિસ્ટ A ક્રિકેટમાં ૫૭.૯૧ ની સરેરાશથી ૧૬,૪૪૭ રન બનાવ્યા છે.

લિસ્ટ એ ક્રિકેટમાં સૌથી વધુ સરેરાશ (ઓછામાં ઓછા 5000 રન)

  • 59.39 - રૂતુરાજ ગાયકવાડ (5227 રન)*
  • ૫૭.૯૧ - વિરાટ કોહલી (૧૬૪૪૭ રન)
  • ૫૭.૮૬ - માઈકલ બેવન (૧૫૧૦૩ રન)
  • ૫૭.૦૧ - સી પૂજારા (૫૭૫૯ રન)
  • ૫૩.૫૨ - ખુર્રમ મંજૂર (૭૯૨૨ રન)
  • 53.47 - એબી ડી વિલિયર્સ (11123 રન)
  • 53.39 - બાબર આઝમ (9772 રન)
  • ૫૩.૧૧ - જેમ્સ ટેલર (૫૩૬૫ રન)
  • ૫૩.૦૦ - શાન મસૂદ (૬૪૧૩ રન)

ઋતુરાજના પ્રદર્શનની વિવેચકોએ નોંધ લીધી

રુતુરાજ ગાયકવાડનું આવું પ્રદર્શન આગામી સમયમાં સિનિયર ભારતીય ટીમ માટે મજબૂત દાવેદારી પેશ કરે છે. સતત સદી અને અર્ધસદી ફટકારીને તેણે સાબિત કરી દીધું છે કે તે ભારતીય ક્રિકેટનું ભવિષ્ય છે. મહત્વનું છે કે તાજેતરમાં શ્રીલંકા ત્રિકોણીય શ્રેણીમાં ભારત A વિરુદ્ધ અફઘાનિસ્તાન A ની પ્રથમ મેચમાં રુતુરાજ ગાયકવાડે શાનદાર સદી ફટકારી ભારતને મેચ જીતાડી. વૈભવ સૂર્યવંશી આ મેચમાં નિરાશ કર્યા હતા. જયારે ઋતુરાજની ધમાકેદાર બેટિંગ ભારતને પ્રથમ જીત અપાવી શ્રેણીનો શુભારંભ કર્યો. ઋતુરાજના પ્રદર્શનની વિવેચકોએ પણ નોંધ લીધી.


આ પણ વાંચો : ICC ODI રેન્કિંગમાં ભારત ટોપ પર, પાકિસ્તાનને મોટું નુકસાન! જુઓ ટોપ 10 દેશોની લેટેસ્ટ પોઝિશન

  • Follow us on: