શુભમન ગિલ ભારતની ટેસ્ટ અને વનડે ટીમોના કેપ્ટન છે. શુભમન ગિલે તાજેતરમાં IPL 2026માં શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેમાં તેને 732 રન બનાવ્યા હતા. એવું લાગતું હતું કે તેને ભારતની T20 ઈન્ટરનેશનલ ટીમમાં પસંદગી કરવામાં આવશે, પરંતુ એવું બન્યું નહીં.
શુભમન ગિલને બાદબાકી કરવાનું એક આશ્ચર્યજનક કારણ સામે આવ્યું છે. બીસીસીઆઈ જાણી જોઈને ગિલને T20 ટીમથી દૂર રાખી રહ્યું છે.
શુભમન ગિલને T20I ટીમમાં સ્થાન કેમ નથી મળી રહ્યું?
મીડિયા રિપોર્ટ મુજબ બીસીસીઆઈ હાલમાં શુભમન ગિલને વનડે અને ટેસ્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે. તેમનું માનવું છે કે વધેલા વર્કલોડથી શુભમન ગિલના પ્રદર્શન પર અસર પડી શકે છે. આ જ કારણ છે કે તેને T20 ટીમમાં પસંદ કરવામાં આવી રહ્યો નથી. બીસીસીઆઈના એક સૂત્રએ જણાવ્યું હતું કે "સિલેક્ટર શુભમન ગિલ થાકી ન જાય તેની ખાતરી કરવા માટે ચિંતિત છે. શુભમન ગિલે હજુ પણ 9 WTC મેચોમાં ભારતનું નેતૃત્વ કરવાનું છે અને 2027 વર્લ્ડ કપ સુધી લગભગ 35 વનડે રમવાનું છે."
BCCI સૂત્રએ વધુમાં જણાવ્યું હતું કે, "તે સ્પષ્ટ છે કે તેમની નજર બે ICC ટ્રોફી પર છે. તે IPLમાં પણ રમશે, જ્યાં તે ગુજરાત ટાઈટન્સની કેપ્ટનશીપ કરશે. 2028માં T20 ઈવેન્ટ્સ માટે હજુ પણ સમય છે, અને BCCIનું ધ્યાન શુભમન ગિલ માટે આગામી ટુર્નામેન્ટ્સ પર છે. હાલમાં 2027નો ODI વર્લ્ડકપ પાઈપલાઈનમાં છે."
શુભમન ગિલને ત્રણેય ફોર્મેટમાં તક આપવાની યોજના નિષ્ફળ ગઈ છે
ગયા વર્ષે શુભમન ગિલને ટેસ્ટ અને ODI કેપ્ટન બનાવ્યા બાદ ભારતની T20I ટીમના વાઈસ-કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. પરંતુ શુભમન ગિલનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું, તે એક પણ અડધી સદી ફટકારવામાં નિષ્ફળ રહ્યો હતો. એવું લાગતું હતું કે શુભમન ગિલ દબાણથી થાકી ગયો હતો. તેના ફોર્મને જોતાં તેને ફરીથી T20I ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો.
આ પણ વાંચો: Vaibhav Sooryavanshi પર થયો પૈસાનો વરસાદ, ઓરેન્જ કેપ સહિત આ એવોર્ડ જીત્યા