ભારતનો આયર્લેન્ડ પ્રવાસ 26 જૂનથી શરૂ થઈ રહ્યો છે.જ્યાં સંજુ સેમસન પાસે નંબર 1 બનવાની તક હશે.જોકે, આ તકનો લાભ લેવા માટે, સંજુ સેમસનને રોહિત શર્માનો રેકોર્ડ તોડવો પડશે. રોહિત શર્માએ ભારત-આયર્લેન્ડ T20 શ્રેણીમાં અત્યાર સુધી સૌથી વધુ રન બનાવ્યા છે, અને જો બંને ટીમોના કોઈ ખેલાડી પાસે રોહિતનો રેકોર્ડ તોડવાની શ્રેષ્ઠ તક હોય તો તે સંજુ સેમસન છે. ભારત આયર્લેન્ડના વર્તમાન પ્રવાસમાં બે T20 મેચ રમશે, જેમાં સેમસન રોહિતનો રેકોર્ડ તોડી શકે છે.
સેમસન રોહિત શર્માનો રેકોર્ડ તોડીને નંબર 1 બનશે
રોહિત શર્મા ભારત-આયર્લેન્ડ T20 સીરિઝમાં 200 થી વધુ રન બનાવનાર એકમાત્ર બેટ્સમેન છે. તેણે ચાર T20માં 201 રન બનાવ્યા છે.જેમાં ત્રણ અડધી સદીનો સમાવેશ થાય છે.T20 માંથી નિવૃત્તિ લીધા પછી,રોહિત હવે આ ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો ભાગ નથી. વર્તમાન ભારતીય અને આયર્લેન્ડ ટીમોમાં, હેરી ટેક્ટર અને સંજુ સેમસન બે બેટ્સમેન છે જેમની પાસે રોહિત શર્માને પાછળ છોડી દેવાની તક છે. જોકે, બંને દેશો વચ્ચેની T20 શ્રેણીમાં સેમસનનો સરેરાશ અને સ્ટ્રાઇક રેટ હેરી ટેક્ટર કરતા સારો રહ્યો હોવાથી, તેની પાસે રોહિતને પાછળ છોડીને નંબર 1 બેટ્સમેન બનવાની વધુ સારી તક છે.













