ભારતીય ક્રિકેટના યુવા સ્ટાર ખેલાડી વૈભવ સૂર્યવંશીની વિસ્ફોટક બેટિંગના ચર્ચાઓ હવે સરહદ પાર પાકિસ્તાનમાં પણ જોરશોરથી થઈ રહ્યા છે.ગૂગલ ટ્રેન્ડ્સ (Google Trends)ના તાજેતરના આંકડા દર્શાવે છે કે છેલ્લા ત્રણ મહિનામાં પાકિસ્તાનમાં વૈભવને લઈને સર્ચમાં જોરદાર ઉછાળો આવ્યો છે.પાકિસ્તાની ક્રિકેટ રસિકો આ યુવા ભારતીય ખેલાડીના પ્રદર્શનથી એટલા પ્રભાવિત થયા છે કે ત્યાં વૈભવને લગતા સર્ચ 'બ્રેકઆઉટ' કેટેગરીમાં પહોંચી ગઈ છે
પાકિસ્તાનમાં શું સર્ચ કરી રહ્યા છે લોકો?
ગૂગલ ટ્રેન્ડ્સ અનુસાર, પાકિસ્તાનમાં Vaibhav Suryavanshi age, Vaibhav Suryavanshi stats, Vaibhav Suryavanshi IPL price 2026 અને Vaibhav Suryavanshi today match જેવા કીવર્ડ્સ ઝડપથી સર્ચ થઈ રહ્યા છે. વૈભવની ઉંમર, તેની ઊંચાઈ,આઈપીએલની કિંમત અને તેના રેકોર્ડ્સ વિશે જાણવા માટે પાકિસ્તાની ફેન્સ ભારે ઉત્સુક છે.તાજેતરમાં જ વૈભવે ફાસ્ટેસ્ટ ફિફ્ટીનો નવો રેકોર્ડ બનાવતા જ આ ક્રેઝ વધુ વધી ગયો છે.













