ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ટેસ્ટ મેચ 6 જૂને નવા ચંદીગઢના મુલ્લાનપુર સ્ટેડિયમ ખાતે શરૂ થઈ હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ ટીમ ઈન્ડિયાએ દિવસની રમતના અંતે 3 વિકેટ ગુમાવીને 368 રન બનાવ્યા હતા.
પ્રથમ દિવસની રમતના અંતે ભારતીય કેપ્ટન શુભમન ગિલ 103 રન બનાવીને અણનમ રહ્યો હતો, અને આ ઈનિંગ સાથે તેને 2 મોટી સિદ્ધિઓ હાંસલ કરી. શુભમન ગિલ હવે કેપ્ટન તરીકે ટેસ્ટમાં સૌથી ઓછા સમયમાં 1000 રન પૂર્ણ કરનાર ખેલાડી બની ગયો છે, આ સાથે જ તેને કેપ્ટન તરીકે છઠ્ઠી સદી પણ ફટકારી છે.
શુભમન ગિલે ટેસ્ટ કેપ્ટન તરીકે માત્ર 15 ઈનિંગમાં 1000 રન પૂરા કર્યા
શુભમન ગિલની વાત કરીએ તો તે હવે કેપ્ટન તરીકે સૌથી ઓછી ઈનિંગમાં 1,000 ટેસ્ટ રન પૂરા કરનાર બીજો ભારતીય ખેલાડી બની ગયો છે, તેને ફક્ત 15 ઈનિંગમાં આ સિદ્ધિ હાંસલ કરી છે.
સુનિલ ગાવસ્કર આ લિસ્ટમાં ટોપ પર છે, જેને 14 ઈનિંગમાં કેપ્ટન તરીકે 1,000 ટેસ્ટ રન પૂરા કર્યા છે. શુભમન ગિલ કેપ્ટન તરીકે સૌથી ઓછી ઈનિંગમાં 1,000 ટેસ્ટ રન પૂરા કરનાર ભારતીય પણ બની ગયો છે, તેને ફક્ત 351 રનમાં આ સિદ્ધિ હાંસલ કરી છે.
કેપ્ટન તરીકે ટેસ્ટ સદીઓમાં ધોની અને ગાંગુલી પાછળ રહી ગયા
શુભમન ગિલ હવે ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમના કેપ્ટન તરીકે સૌથી વધુ સદી ફટકારનારાઓના લિસ્ટમાં પાંચમા સ્થાને પહોંચી ગયો છે, તેને તેની છઠ્ઠી સદી ફટકારી છે. શુભમન ગિલે ઝડપથી એમએસ ધોની, સૌરવ ગાંગુલી અને નવાબ પટૌડીને પાછળ છોડી દીધા, જેમના બધાએ ટેસ્ટમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરતી વખતે 5-5 સદી ફટકારી છે.
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનારા ભારતીય કેપ્ટન
વિરાટ કોહલી - 20 સદી
સુનીલ ગાવસ્કર - 11 સદી
મોહમ્મદ અઝહરુદ્દીન - 9 સદી
સચિન તેંડુલકર - 7 સદી
શુભમન ગિલ - 6 સદી
આ પણ વાંચો: Vaibhav Sooryavanshi પર થયો પૈસાનો વરસાદ, ઓરેન્જ કેપ સહિત આ એવોર્ડ જીત્યા