ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલે ધર્મશાલામાં અફઘાનિસ્તાન સામે રમાઈ રહેલી પ્રથમ ODI મેચમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તેને ODI ક્રિકેટમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. તે ODI ક્રિકેટમાં 3000 રન બનાવનાર સૌથી ઝડપી ભારતીય બેટ્સમેન બની ગયો છે. તેને શિખર ધવનને પાછળ છોડી દીધો છે. 


શુભમન ગિલે માત્ર 62 ઈનિંગમાં 3000 રનનો આંકડો પૂર્ણ કર્યો છે, જ્યારે આ પહેલા શિખર ધવનના નામે 3000 રન બનાવનાર સૌથી ઝડપી ભારતીય બેટ્સમેનનો રેકોર્ડ હતો, જે તેને 72 ઈનિંગમાં પૂર્ણ કર્યો હતો. એટલું જ નહીં શુભમન ગિલ ODI ક્રિકેટમાં 3000 રન બનાવનાર વિશ્વનો બીજો બેટ્સમેન પણ બન્યો છે.

3000થી વધુ રન બનાવનાર સૌથી ઝડપી ભારતીય બેટ્સમેન

શુભમન ગિલ હવે ODI ક્રિકેટમાં 3000થી વધુ રન બનાવનાર સૌથી ઝડપી ભારતીય બેટ્સમેન બની ગયો છે, તેને 62 ઈનિંગમાં 3000 થી વધુ રન પૂરા કર્યા છે. શિખર ધવન આ લિસ્ટમાં બીજા નંબરે છે, તેને 72 ઈનિંગમાં 3000 રન પૂરા કર્યા છે. ક્રિકેટના કિંગ તરીકે ઓળખાતા વિરાટ કોહલી આ લિસ્ટમાં ત્રીજા નંબરે છે, તેને 75 ઈનિંગમાં 3000 રનનો આંકડો પૂર્ણ કર્યો છે. વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ આ લિસ્ટમાં ચોથા નંબરે છે, તેને 78 ઈનિંગમાં આ સિદ્ધિ હાંસલ કરી છે. નવજોત સિંહ સિદ્ધુ આ લિસ્ટમાં પાંચમા નંબરે છે, જેને 79 ઈનિંગમાં ODI ક્રિકેટમાં 3000 રન પૂરા કર્યા છે.

વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી 3000 રન પૂરા કરનાર ભારતીય બેટ્સમેન (ઈનિંગની દ્રષ્ટિએ)

શુભમન ગિલ - 62 ઈનિંગ

શિખર ધવન - 72 ઈનિંગ

વિરાટ કોહલી - 75 ઈનિંગ

કેએલ રાહુલ - 78 ઈનિંગ

નવજોત સિંહ સિદ્ધુ - 79 ઈનિંગ

ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઝડપી 3,000 રન બનાવનારા બેટ્સમેનોના લિસ્ટમાં હાશિમ અમલા ટોપ પર છે. તેને 59 મેચની માત્ર 57 ઈનિંગમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. શુભમન ગિલ હવે આ લિસ્ટમાં બીજા નંબરે પહોંચી ગયો છે, તેને ફક્ત 62 ઈનિંગમાં ODI ક્રિકેટમાં 3,000 રન પૂરા કર્યા છે.

તેને શાઈ હોપને પાછળ છોડી દીધો છે. વેસ્ટ ઈન્ડિઝનો બેટ્સમેન શાઈ હોપ આ લિસ્ટમાં ત્રીજા નંબરે છે, તેને 67 ઈનિંગમાં 3,000 રન બનાવ્યા છે. પાકિસ્તાનના ફખર ઝમાન અને ઈમામ-ઉલ-હકે પણ 67 ઈનિંગમાં 3,000 રન પૂરા કર્યા છે. બાબર આઝમ પણ આ લિસ્ટમાં પાંચમા સ્થાને છે. તેને 68 ઈનિંગમાં ODI ક્રિકેટમાં 3,000 રન પૂરા કર્યા છે.

ODI ક્રિકેટમાં સૌથી ઝડપી 3000 રન બનાવનારા વિશ્વના ટોપ 5 બેટ્સમેન (ઈનિંગની દ્રષ્ટિએ)

હાશિમ અમલા – 57 ઈનિંગ

શુભમન ગિલ - 62 ઈનિંગ

શાઈ હોપ – 67 ઈનિંગ

ફખર ઝમાન - 67 ઈનિંગ

ઈમામ-ઉલ-હક – 67 ઈનિંગ

બાબર આઝમ - 68 ઈનિંગ

આ પણ વાંચો: Vaibhav Sooryavanshi પર થયો પૈસાનો વરસાદ, ઓરેન્જ કેપ સહિત આ એવોર્ડ જીત્યા

  • Follow us on: